Indiaમાં ટ્રેનો સુરક્ષિત, હાઈજેક કરવી ખૂબ જ મુશ્કેલ

Share:

New Delhi,તા.12
ગઈકાલે પાકિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મીના બળવાખોરોએ જાફર એકસપ્રેસ ટ્રેનને હાઈજેક કરવાની ઘટના બની છે અને 400થી વધુ યાત્રીઓને બંધક બનાવી દીધા છે.

કવેટાથી પેશાવર જતી આ ટ્રેન હાઈજેક થઈ છે ત્યારે આવી ઘટના ભારતમાં થઈ શકે? એવા એક પ્રશ્નના જવાબમાં રેલવે વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેમ ભારતમાં ટ્રેન હાઈજેક કરવી સહેલી નથી. ટ્રેનમાં આરપીએફ, જીઆરપી, સ્થાનિક પોલીસ-પ્રશાસન વચ્ચે બહેતર સમન્વય માલગાડીઓનો હેવી ટ્રાફિક અને ટ્રેનમાં સુરક્ષા દળની તૈનાતી વગેરે વ્યવસ્થાના કારણે ટ્રેન-યાત્રી બન્ને સુરક્ષિત છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, નકસલ અસરગ્રસ્ત રાજયો છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરલ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, તેલંગાણામાં ટ્રેન અને યાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માટે રેલવે કોમર્શિયલ સ્ટાફ, આરપીએફ, જીઆરપી, પોલીસ આઈબીના અધિકારીઓ વચ્ચે બેઠક થાય છે. તેમાં કોઈ પ્રકારની ધમકી અથવા ખતરાને જોતા રેલવે પ્રશાસન એલર્ટ જાહેર કરે છે.

રેલવે ટ્રેકની દિવસ-રાત વોચ વધારી દેવામાં આવે છે અને યાત્રી ટ્રેનની આગળ ખાલી એન્જીન દોડાવવામાં આવે છે. રેલવેએ જીઆરપી-આરપીએફની ટુકડીઓ તૈનાત કરી: રેલવે યાત્રીઓની સુરક્ષા માટે જીઆરપી-આરપીએફ જવાનોની ટુકડીઓ તૈનાત કરાઈ છે.

જેથી જંગલ અને પહાડી ક્ષેત્રોમાં પસાર થતી વખતે ટ્રેનમાં કોઈ પ્રકારની ઘટનાને રોક શકાય. રેલવે બોર્ડના પુર્વ સભ્ય યાતાયાત વીએન માથુરનું કહેવું છે કે કોઈ ઘટનાને રોકી ન શકાય પણ ભારત જેવા દેશમાં ટ્રેન હાઈજેક કરવી સરળ કામ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના મુખ્ય રેલમાર્ગો પર વ્યસ્ત સમયમાં દરેક 5-10 મિનિટ વચ્ચે યાત્રી ટ્રેન દોડાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ ટ્રેનને કબજામાં લેવી અને નિશ્ચિત રૂટથી અલગ લઈ જવી દુષ્કર કાર્ય છે.

ભારતીય રેલના નેવિગેશનથી યાત્રી ટ્રેન અને માલગાડીઓ પર 24 કલાક વોચ રાખવામાં આવે છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના કંટ્રોલ રૂમમાં પ્રત્યેક સ્ટેશનથી ટ્રેનના ચાલવા અને પછીના સ્ટેશન સુધી પહોંચવા પર કડક વોચ રાખવામાં આવે છે. જેનાથી કંટ્રોલ રૂમ પેનલના મેપ પર રેલવે સ્ટાફ નજર રાખે છે. દરેક સ્ટેશન પર જીઆરપી-આરપીએફની ચોકી અને સ્ટેશન હોય છે.

રેલવેના વિશેષજ્ઞના દાવા મુજબ ભારતમાં પાકિસ્તાનમાં ગઈકાલે બલુચી બળવાખોર દ્વારા થયેલી ટ્રેન હાઈજેકની ઘટના બનવી સંભવ નથી. ટ્રેન સુરક્ષા મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો ફરક છે. પાકિસ્તાન કરતા ભારતમાં આ મામલે બહેતર સ્થિતિ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *