Morbi,તા.06
જુના ઘૂટું રોડ પરથી ભાઈજી અને ભત્રીજો બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રેઇલર ચાલકે બાઈકને ઠોકર મારતા ભત્રીજાને ઈજા પહોંચી હતી જયારે ભાઈના માથા અને હાથ પગ પરથી વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે રહેતા મનસુખ કાનજીભાઈ સતવારાએ ટ્રેઇલર આરજે ૦૧ જીબી ૮૯૧૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈ દેવજીભાઈ અને દીકરો પ્રકાશ બંને ગત તા. ૦૪ માર્ચના રોજ બાઈક લઈને રણછોડનગર અમૃત પાર્ક સોસાયટીથી ઘૂટું રોડ રામનગરી સોસાયટી જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર વોકળા નાલા પાસે ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા પ્રકાશને ઈજા પહોંચી હતી જયારે ફરિયાદીના મોટાભાઈ દેવજીભાઈનું માથું તેમજ હાથ અને પગ વ્હીલ નીચે ચૂંદી નાખતા સ્થળ પર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે