ટ્રેડ-ટેરિફ વોરથી સમગ્ર દુનિયા પાયમાલ થશે; UN warns

Share:

New York,તા.13
અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડ-ટેરીફ વોરથી દુનિયાભરનાં દેશોમાં હાહાકારનું ચિત્ર ઉભુ થયુ છે, ત્યારે હવે સંયુકત રાષ્ટ્ર સંઘે પણ ચેતવણી ઉચ્ચારી છે. ટ્રેડવોરથી દુનિયાનાં તમામ દેશોને સરવાળે નુકશાની જ થવાનું યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુરૂસે જાહેર કર્યું છે.

તેઓએ કહ્યું કે, દુનિયા હાલ વૈશ્વિક અર્થતંત્રમાં જીવી રહી છે. તમામ દેશો એકબીજા સાથે જોડાયેલા-સંકળાયેલા છે.તમામ રાષ્ટ્રોને ફાયદો થાય તે માટે જ મુકત વ્યાપારનો કન્સેપ્ટ લાગુ થયો હતો તેવા સમયે ટ્રેડવોરનો યુગ શરૂ થાય તો તમામને નુકશાન જ થવાનું છે.

વ્હાઈટ હાઉસમાં બીજી વખત સતારૂઢ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે જેવા સાથે તેવાની નીતી જાહેર કરીને અમેરીકી માલસામાન પર વધુ ટેરીફ વસુલતા દેશો પર રેસીસેકસ ટેરીફ લાદવાની કરેલી જાહેરાતનાં સંદર્ભમાં તેઓએ આ વિધાન કર્યુ હતું.

ટ્રમ્પ તંત્ર દ્વારા સ્ટીલ અને એલ્યુમીનીયમ પર ગ્લોબલ ટેરીફ લાગુ પણ કરી દેવામાં આવી છે. વૈશ્વિક દેશો ટ્રમ્પ સામે ઝુકવા તૈયાર ન હોય તેમ કેનેડા ચીન તથા યુરોપીયન દેશોએ પણ વળતો ટેરીફ વધારો જાહેર કર્યો છે.

ટ્રમ્પે એવુ જાહેર કર્યું હતું કે, ટેરીફ મારફત અમેરીકાને અબજો ડોલર મળશે અને રાષ્ટ્ર એટલુ ધનવાન બનશે કે નાણા કયાં વાપરવા તેની સમસ્યા સર્જાશે અમેરીકા મહાન બની જશે.

ટ્રમ્પ દ્વારા ભારતનાં નામજોગ ઉંચા ટેરીફનું વિધાન પણ કરવામાં આવ્યું હતું. વ્હાઈટ હાઉસે ગઈકાલે જ એવુ નિવેદન કર્યું હતું કે, ભારત આલ્કોહોલ પર 150 ટકા તથા કૃષિ પેદાશો પર 100 ટકા ડયુટી વસુલે છે તે મંજુર નથી.

ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી ભારત સહીત તમામ દેશો પર ટેસીરોકલ ટેરીફ લાગુ કરવાનું અગાઉ જ જાહેર કરી દેવાયું હતું ઉંચા ટેરીફ લગાવીને દુનિયાના દેશોએ અમેરિકાને વર્ષોથી લુટયુ છે. અને હવે તે ચાલવા નહિં દેવાય ભારત 100 ટકાથી વધુ ટેરીફ વસુલે છે ચીન અમારા કરતા ડબલ અને દક્ષિણ કોરીયા ચાર ગણી ટેરીફ વસુલે છે. મૈત્રીભર્યા સંબંધો વચ્ચે પણ આવા કૃત્ય કરવામાં આવે છે.એક બાદ એક દેશો પર પોતાનો એજન્ડા લાદી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે 30 દિવસના યુદ્ધ વિરામ માટે યુક્રેનને સંમત કર્યા બાદ પણ રશિયાએ યુદ્ધ વિરામ તેના સમયે અને શરતો એ થશે તેવી જાહેરાત કરતા જ ટ્રમ્પે હવે રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધ લાદવા ધમકી આપી છે.ટ્રમ્પે જણાવ્યું કે, યુક્રેન તરફથી તેને યુદ્ધ વિરામ માટે હકારાત્મક સંદેશ મળ્યા છે. હું રશિયાના પ્રતિભાવની રાહમાં છું. હવે રશિયા અને અમેરિકા સાથે મળીને યુદ્ધ વિરામની સ્થિતિ બનાવશે.

તેઓએ કહ્યું કે, અમારા પ્રતિનિધિ રશિયા જઈ રહ્યા છીએ અને આશા છે કે હકારાત્મક પ્રતિભાવ મળશે. જો કે રશિયાએ જાણ કર્યુ છે કે તેને આ યુદ્ધ વિરામ સંબંધી કોઈ માહિતી અમેરિકા તરફથી મળી નથી અને જે કઈ સમજુતી થાય તેમાં રશિયન દળોની આગેકૂચ પણ અમારી ચિંતાનો પડઘો પાડનારી હોવી જરૂરી છે.

બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, રશિયા યુદ્ધ વિરામનો અર્થ સમજશે પણ તેના જવાબની ઘણી અપક્ષા રખાય છે. તેઓએ કહ્યું કે જો રશિયા માને નહી તો હું આર્થિક પ્રતિબંધ લાદી શકુ છુ જે સૌથી મજબૂત પગલુ હશે. હજુ મે તેની પુરી માહિતી તૈયાર કરી નથી પણ ચોકકસપણે આ પ્રકારના પ્રતિબંધો યુક્રેનને મજબૂત બનાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *