Mithapur, તા.૩
યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આસામથી યાત્રાળુઓ આવ્યા હતા અને ભારત ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. દરમ્યાન એક આશ્રમમાં ભોજન લીધા પછી ફુડ પોઈઝનીંગ થતા આસામના બકસાના ઊધમચંદ્ર બોસ નામના વૃઘ્ધનુ મોત થયુ છે જ્યારે ૧૦ થી વધુ યાત્રીકોને સારવાર માટે જામનગર ખસેડાયા છે. ફુડ શાખાના અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.