અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા
વૉશિગ્ટન, તા.૩૧
અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.
Trending
- Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
- Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
- Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
- Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
- Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
- Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
- Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
- Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ