અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા
વૉશિગ્ટન, તા.૩૧
અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.
Trending
- ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
- ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!
- મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!!
- ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ

