Surat નજીક ઉભરાટના દરિયાકિનારે ત્રણના ડૂબી જતાં મોત થયા

Share:

Surat,તા.૨૦

સુરત નજીક ઉભરાટના દરિયાકિનારે ત્રણના ડૂબી જતાં મોત થયા છે. તેમા બે યુવાનો પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હતા તેમના મોત થયા છે. તેઓ દરિયાકિનારે ન્હાઈ રહ્યા હતા ત્યારે દરિયો તેમને તાણી ગયો હતો. તરવૈયાઓએ બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા છે.

આ સિવાય એક મહિલા અને એક બાળક પણ ઉભરાટના દરિયાકિનારે તણાઈ ગયા હતા. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. ઉભરાટનો દરિયો જોખમી માનવામાંઆવે છે અને ત્યાં ગમે ત્યારે દરિયાના મોટા મોજા આવતા હોય છે. તેથી આ અંગેની ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, પરંતુ લોકો આ ચેતવણીની સદંતર અવગણના કરે છે.

આ ચેતવણીની અવગણનાની કિંમત તેમણે મોતથી ચૂકવવી પડે છે. ઉભરાટની પોલીસે પણ જણાવ્યું છે કે આ ચેતવણીની સાથે સ્થાનિક તરવૈયાઓ અને ડૂબકીમારો પણ ત્યાં હાજર હોય છે. આમ છતાં દરિયાના તીવ્રવેગી મોજાને પહોંચી વળવું અઘરું છે. તેથી તે ગમે ત્યારે ખેંચી જઈ શકે છે તેટલો તેમનો કરંટ હોય છે.

નાગરિકોને તંત્ર દ્વારા ચેતવણીનું પાલન કરવા અને ઉભરાટના દરિયામાં ઉંડે સુધી ન જવા માટે ચેતવણી અપાય છે છતાં પણ લોકો તેનું પાલન કરતાં નથી. આ ઉપરાંત તેમા પણ રક્ષાબંધને પૂનમ હોઈ દરિયામાં પણ જોરદાર કરંટ હતો. તેથી ભલે કિનારે ન્હાતા હોવ, પરંતુ તેના મોજાનો કરંટ જબરદસ્ત હોય છે. આના લીધે દરિયામાં ન્હાવા પડેલા યુવાનના મોત થયા હતા.  નજરે જોનારાઓના જણાવ્યા મુજબ તેઓ ન્હાતા હતા ત્યારે એક મોટું મોજું આવ્યું હતું અને તેમને ખેંચી ગયું હતું.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *