Rajkot,તા.27
પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય શાસ્ત્રી નગર રાજકોટ, દ્વારા આયોજિત ત્રિદિવસીય શિવરાત્રી મહોત્સવ કણકોટ રોડ પર આવેલા ઇસ્કોન એમ્બિટો એપાર્ટમેન્ટ પાસેના ગ્રાઉન્ડમાં 75 ફૂટ ની ગુફા, 51000 ના મોતીના શિવલિંગ દર્શન,બર્ફીલા અમર નાથ ના દર્શન, લીલા વાંસના શિવલિંગ દર્શન સાથે જલાભિષેક કરાવવામાં આવ્યો , આધ્યાત્મિક પ્રદર્શન દ્વારા સકારાત્મક જીવન શૈલી નું માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં લાખો લોકોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો.
ધ્યાન કક્ષ નો અનુભવ કરી ધર્મ પ્રેમી આત્માઓ એ મનની સાચી શાંતિ મહેસૂસ કરી. શિવરાત્રી મહા પર્વ પર વિશેષ બપોરે 12 વાગ્યે ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો , સાંજે 5 વાગ્યે કલ્ચરલ કાર્યક્રમ, સંગીત સંધ્યા સાથે શિવ કથા થી સંયમને તનાવ , ટેન્શન થી મુક્ત રિલેક્ષતાનો અહેસાસ કર્યો. સાંજે 7 વાગ્યે 108 દીવા પ્રગટાવી મહા આરતી નો લહાવો લીધો.આવતી કાલે ત્રણદિવસ માટે ગ્રાઉન્ડ માં જ રાજયોગ શિબિર નું પણ આયોજન કરવામાં આવેલ છે જેનું લક્ષ માનવ જીવન,તનાવ મુક્ત, વ્યસન મુક્ત, સકારત્મક જીવન શૈલી બને, જીવન જીવવાની સાચી કળા, માનસિક શાંતિ નો અનુભવ કરે તે છે.