Morbi,તા.18
નસીતપર ગામની સીમમાં વાડીના શેઢા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નસીતપર ગામની સીમમાં ઝાડ નીચે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મોસીન અબ્દુલ રાઠોડ, આશિત દિનેશ પસાયા અને અકીલજાવેદ અબ્દુલ ચૌહાણ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૯૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે