Shimla બાદ Mandi માં મસ્જિદ નિર્માણ પર વિવાદ: હજારો હિન્દુઓના વિરોધ બાદ સરકારે આપ્યા કડક આદેશ

Share:

Himachal,તા,13

હિમાચલ પ્રદેશના મંડીમાં ગેરકાયદે મસ્જિદના બાંધકામનો વિરોધ કરતાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી છે. આ દેખાવકારો મંડી શહેરના સકોડી ચોકથી આગળ વધ્યા હતાં, જ્યાં પોલીસે ટોળાને વિખેરવા કરવા પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે સકોડી ચોક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

મંડીમાં આ વિવાદ વકરતાં મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું કે, ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી હાથ ધરાશે, અને મસ્જિદને સીલ કરવામાં આવશે.

મસ્જિદ વિવાદ પર બોલ્યા મુખ્યમંત્રી

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ જણાવ્યું હતું કે, “મંડીમાં ગેરકાયદે બાંધકામની જાણ થઈ છે, મસ્જિદના આ વિવાદ મુદ્દે કમિટી બનાવવામાં આવશે, આ શાંતિ પ્રિય રાજ્ય છે, જ્યાં તમામ ધર્મોનું સન્માન થાય છે. કોઈ પણ ધર્મ કે જાતિને ઠેસ ન પહોંચે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવશે, સરકાર કાયદા અનુસાર કાર્યવાહી હાથ ધરશે. ગેરકાયદે બાંધકામ સ્વીકાર્ય નથી. વધુમાં ઉમેર્યું હતું કે, વિધાનસભા સ્ટ્રીટ વેન્ડર્સ અંગે એક સમિતિ ઘડે, જ્યાં સ્થાનિક વિવાદોનો ઉકેલ લાવવામાં આવશે. શિમલા મસ્જિદ મામલે પણ કાયદાને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાશે.”

શિમલામાં પણ આ પ્રકારના દેખાવો

શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદ પરિસરમાં ગેરકાયદે બાંધકામ અંગે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ મસ્જિદની તરફ રેલી આગળ વધારતાં ‘હિમાચલને ઠાના હૈ, દેવભૂમિ કો બચાના હૈ,’ ‘ભારત માતાકી જય’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પોલે બેરિકેડિંગ લગાવી તેમને રોકવા પ્રયાસ કરતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. બાદમાં વોટર કેનન અને લાઠીચાર્જને મદદથી ભીડને વિખેરવામાં આવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *