Railwayમાં બમ્પર ભરતી, 1000થી વધુ ખાલી પદ માટે અરજી કરવાની આ છે છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024

Share:

New Delhiતા.22

રેલવે ભરતી બોર્ડે (RRB) પેરા-મેડિકલની 1376 ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રૂચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેમના પ્રદેશ મુજબ અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 16 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. આ સાથે, ઉમેદવારોની સુવિધા માટે, અરજી પછી કોઈપણ ફેરફારો માટે, સુધારણા વિંડો 17 સપ્ટેમ્બર 2024થી 26 સપ્ટેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે. અરજીઓ માત્ર ઓનલાઇન મોડમાં જ સ્વીકારવામાં આવશે.

આ પદ માટે ભરતી શરુ

પદજગ્યા
ફિલ્ડ વર્કર19
લેબોરેટરી આસિસ્ટન્ટ (ગ્રેડ 3)94
ECG ટેકનિશિયન13
ઑપ્ટોમેટ્રિસ્ટ4
કાર્ડિયાક ટેકનિશિયન4
સ્પીચ થેરાપિસ્ટ1
રેડિયોગ્રાફર એક્સ-રે ટેકનિશિયન64
ફાર્માસિસ્ટ (એન્ટ્રી ગ્રેડ)246
કેથ લેબોરેટરી ટેકનિશિયન2
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ2
ફિઝિયોથેરાપિસ્ટ (ગ્રેડ 2)20
પરફ્યુનિસ્ટ2
લેબોરેટરી સુપરિટેન્ડન્ટ27
આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષક (ગ્રેડ 3)126
ડાયાલિસિસ ટેકનિશિયન20
ડેન્ટલ હાઇજીનિસ્ટ3
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ7
ઑડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ4
નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ713
ડાયેટિશિયન5

 

વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા

અરજી કરવા માટે, ઉમેદવારોની વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તમામ અલગ-અલગ પોસ્ટ માટે નક્કી કરાયેલ વય મર્યાદા અલગ અલગ છે, જેની વિગતવાર માહિતી અધિકૃત વેબસાઇટ indianrailways.gov.in પર આપવામાં આવી છે. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉપરોક્ત પદ માટે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને મેડિકલ તપાસ માટે બોલાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટ પાસ કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ત્યાર બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. 500 ચૂકવવા પડશે, જ્યારે SC/STS/EWC/PwBD/બેકવર્ડ ક્લાસ અને અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ. 250 અરજી ફી ચૂકવવી પડશે. ફી માત્ર ઓનલાઇન મોડ દ્વારા જ ચૂકવી શકાશે. અન્ય કોઈપણ રીતે કરવામાં આવેલ ફીની ચૂકવણી સ્વીકારવામાં આવશે નહીં. રેલવેમાં પેરા-મેડિકલની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઇચ્છુક તમામ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતાં પહેલા, વિવિધ પોસ્ટ્સ મુજબ વય મર્યાદા અને પાત્રતા વિશે વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *