નાની ની આ ૩૩મી ફિલ્મ અને Janhvi માટે ત્રીજી તેલુગુ ફિલ્મ

Share:

જાન્હવી ઉપરાંત આ ફિલ્મ સાથે ‘દસરા’થી જાણીતા શ્રીકાંત ઓડેલા પણ ફરી એક વખત નાની સાથે કામ કરશે

Mumbai, તા.૧૯

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાલ હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી તેથી આ ફિલ્મને હાલ ‘નાની૩૩’થી ઓળખવામાં આવે છે. જો આ અહેવાલો સાચા હોય તો જાન્હવી અને નાની પહેલી વખત સાથે જોવા મળશે. સાથે ઓડિયન્સ માટે આ ફિલ્મ પ્રોમિસિંગ હોવાની સાથે ળેશ અને એક્સાઇટિંગ પણ હશે.  હજુ આ ફિલ્મના મેકર્સ તરફથી પણ કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. પરંતુ તેલુગુ અખબારોના કહેવા મુજબ મેકર્સ જાન્હવીને કાસ્ટ કરવા ઘણા ઉત્સુક છે. જો આ શક્ય થઈ જાય તો જાન્હવીની આ ત્રીજી તેલુગુ ફિલ્મ હશે, પહેલી તેની જુનિયર એનટીઆર સાથેની ‘દેવરા’પછી તેણે રામ ચરણ અને ડિરેક્ટર બુચી બાબુ સના સાથે તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. જો તે નાનીની ફિલ્મમાં પણ જોડાશે તો તેનાથી તેની ફિલ્મની અપીલ પણ વધી જશે. જાન્હવી ઉપરાંત આ ફિલ્મ સાથે ‘દસરા’થી જાણીતા શ્રીકાંત ઓડેલા પણ ફરી એક વખત નાની સાથે કામ કરશે. તેમાં નાનીનો રોલ એક ગંભીર અને રફ પાત્રનો હતો. તેમાં કિર્તિ સુરેશ, દિક્ષિત શેટ્ટી, શાઇન ટોમ ચાકો અને સમુથિરકની સહિતના કલાકારો હતા. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી હતી. આ ફિલ્મની એનિવર્સરી વખતે જ નાનીએ તેની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેને તેણે “મેડનેસ” ગણાવી હતી. આ ટીઝરથી જ વિવેચકો અને દર્શકો બધાંમાં ભારે ઉત્સુકતા પણ જામી રહી છે કે આ એક્ટર અને ડિરેક્ટરની જોડી હવે શું લઈને આવશે.  આ પહેલાં નેચરલ સ્ટાર ગણાતા નાનીએ ડેબ્યુટન્ટ ડિરેક્ટર શૌર્યુવની ‘હાઈ નન્ના’માં કામ કર્યું હતું, જેમાં તે એક પલ્મોનરી ડિસીઝ ધરાવતી દિકરોનાં સિંગલ પિતાનો રોલ કરે છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *