Vadodara,તા.12
વડોદરાના માણેજા વિસ્તારમાં સવા મહિના પહેલા એક બંગલામાં ચોરી કરનાર ચોર અને તેના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા છે.
માણેજાના ભક્તિ પ્લેનેટ બંગલોઝ ખાતે એક મકાનમાં ગઈ તા.4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ચોરોએ તાળું તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, ડોલર અને અન્ય મતા મળી કુલ 13 લાખની ચોરી કરી હતી.
જે બનાવવામાં વડોદરા પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજવા રોડના વેક્સિન ગ્રાઉન્ડમાં રહેતા ધર્મેશ બળદેવભાઈ મોરેને ઓળખી કાઢી ઝડપી પાડતા તેની પાસેથી સોનાના કેટલાક દાગીના મળ્યા હતા. વધુ તપાસ દરમિયાન તેણે કેટલાક દાગીના વાડી શાસ્ત્રી બાગ નજીક વુડાના મકાનમાં રહેતા ધર્મેશ વાઘેલાને વેચવા માટે આપ્યા હોવાની વિગતો કબુલતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને શખ્સ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ અન્ય ચીજો મળી કુલ રૂ.2.23 લાખની મતા કબજે કરી છે.