Dhaka, તા.૫
શેખ હસીનાને દેશમાં વ્યાપક રીતે ખરાબ થઈ ચુકેલી હાલતની વચ્ચે આખરે રાજીનામું આપવું પડ્યું છે. એવા સમાચાર છે કે, બાંગ્લાદેશ છોડીને વિદેસમાં કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આખરે એવા કયા કારણો છે, જેના કારણે શેખ હસીના વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયમાં બાંગ્લાદેશમાં તેમના વિરુદ્ધ ગુસ્સો વધતો ગયો, તે અલોકપ્રિયા થઈ ગયા. તેના કારણે દેશમાં આ સ્થિતિ ઊભી થઈ, જેણે તેમનું સિંહાસન ડોલાવી નાખ્યું.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર લાંબા કાર્યકાળ દરમ્યાન કેટલીય નેગેટિવ વાતોનો સામનો કરવો પડ્યો. તેમના પર હાલના દિવસોમાં વિપક્ષનું દમન અને તાનાશાહીનો આરોપ પણ લગાવતા હતા. દેશમાં લગભગ એક મહિનાથી પણ વધારે સમયથી આંદોલનો ચાલી રહ્યા હતા. આંદોલન પહેલા છાત્રોએ નોકરીમાં કોટાનો વિરોધ કર્યો પણ પછી વ્યાપક રીતે શેખ હસીનાની સરકાર વિરુદ્ધ ગુસ્સામાં બદલાઈ ગયું. તેમાં સમાજનો દરેક વર્ગ જોડાયો. માનવામાં આવે છે કે, પડદા પાછળ તેમાં વિપક્ષની એકતાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.
શેખ હસીના કુલ મળીને લગભગ ૧૫ વર્ષો સુધી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રહ્યા. તેમનો પ્રથમ કાર્યકાળ જૂન ૧૯૯૬થી જૂલાઈ ૨૦૦૧ સુધી રહ્યો. ત્યાર બાદ ચૂંટણી જીતીને તેઓ ૬ જાન્યુઆરી ૨૦૦૯થી આ પદ પર છે. તેઓ બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા પ્રધાનમંત્રી રહ્યા, પણ તેઓ સમય સાથે તાનાશાહ પણ બનતા ગયાં.
૧. અસહમતિ વ્યક્ત કરનારાઓનું દમન
હસીનાના પ્રશાસનમાં વિપક્ષી અવાજો અને અસહમતિને વ્યવસ્થિત રીતે દબાવાનો આરોપ લાગતો રહ્યો છે. સત્તામાં તેમના લાંબા શાસનકાળમાં વિપક્ષી નેતાઓની ધરપકડ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન અને અસહમતિના દમનની ઘટનાઓ સામે આવી છે. તેમણે વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ સાથે સાથે વિરોધ પ્રદર્શન પણ દબાવવામાં કોઈ કમી રાખી નથી. હાલના વિરોધ પ્રદર્શનોમાં પણ તેમની સરકારની પ્રતિક્રિયા ખાસ કરીને હિંસક રહી છે. જેમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વધારે બળ પ્રયોગના સમાચાર આવ્યા, મોટા પાયે લોકો હતાહત થયાં હતા.
૨. લોકતાંત્રિક માપદંડોને ખતમ કરી દીધા
આલોચકોનો તર્ક છે કે હસીનાની સરકારે લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને સંસ્થાઓને નબળી કરી દીધી અને તેમના કાર્યકાળ દરમ્યાન ચૂંટણી ધાંધલી અને હિંસાના આરોપથી ઘેરાયેલા રહ્યા. સરકારી એજન્સીઓ તેમના ઈશારાપ ર ષડયંત્ર રચીને વિપક્ષી નેતાઓને જેલમાં નાખતા રહ્યા અને તેમના પર ઉપરાઉપરી કેસ કરતા રહ્યા. કુલ મળીને પોલીસથી લઈને અન્ય સરકારી એજન્સીએ વિપક્ષી નેતાઓને ફસાવામાં કોઈ કસર બાકી રાખી નહીં. નિષ્પક્ષતા પર ચિંતાઓના કારણે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ આ વખતે ચૂંટણીનો પણ બહિષ્કાર કરી દીધો. તેનાથી દેશમાં અજીબોગરીબ સ્થિતિ ઊભી થઈ ગઈ.અંદરને અંદર ગુસ્સો કેટલાય દિવસથી ચાલી રહ્યો હતો.
૩. માનવાધિકારનું ઉલ્લંઘન
હસીનાની સરકાર અંતર્ગત માનવાધિકારોનું ઉલ્લંઘનના કેટલાય રિપોર્ટ આવ્યા છે. જેમાં લોકોને બળજબરી ગાયબ કરવા અને ન્યાય હટીને હત્યાઓ પણ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં આ દુર્વ્યવહારોનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેના પરિણામસ્વરુપ પશ્ચિમી દેશોએ આ ઉલ્લંઘનો સાથે જોડાયેલ કેટલાય સુરક્ષા દળો વિરુદ્ધ પ્રતિબંધ પણ લગાવ્યા છે.
૪. નોકરીઓમાં અનામત
હાલમાં જ શેખ હસીનાની સરકારે નોકરીઓમાં એ લોકોને કોટા આપી દીધો હતો, જેમના પરિવારવાળાઓએ ૧૯૭૧ માં દેશની આઝાદીની લડાઈ લડી હતી. તેની વિરુદ્ધ છાત્રોનો ગુસ્સો ભડકી ગયો. ઠેર ઠેર પ્રદર્શન થવા લાગ્યા. છાત્રોનો આ વિરોધ આખા દેશમાં ફેલાઈ ગયો. હિંસા થઈ. જો કે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ કોટાને ખતમ કરી દીધું પણ ત્યાં સુધીમાં તેની આગ આખા દેશમાં ફેલાઈ ચુકી હતી. વિપક્ષે પણ આ આંદોલનને હવા આપી. પરિણામસ્વરુપ દેશમાં ગુસ્સો વધી ગયો. છેલ્લા ત્રણ દિવસથી એવું લાગી રહ્યું હતું કે, બાંગ્લાદેશમાં સરકાર નામની કોઈ વસ્તું જ નથી. વ્યાપક હિંસા, આગ અને અફરા તફરીની સ્થિતિ હતી.
૫. મીડિયા સેન્સરશિપ
હસીના પ્રશાસનને પ્રેસની સ્વતંત્રથા પર અંકુશ લગાવવા માટે પણ ટિકાનો સામનો કરવો પડ્યો. સરકારની ટિકા કરનારા પત્રકારો અને મીડિયા આઉટલેટ્સને હંમેશા ઉત્પીડન, કાનૂની કાર્યવાહી અથવા શટડાઉનનો સામનો કરવો પડતો. તેનાથી દેશમાં અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો. કેટલાય લોકોને સરકારની ગતિવિધિઓ પર રિપોર્ટિંગ કરવા પર પ્રતિકૂળ પ્રભાવ પડવાનો ડર લાગતો હતો. હસીના એક ચતુર રાજનીતિજ્ઞ છે. પણ હવે ઈતિહાસ તેમને એક એવા નેતા તરીકે યાદ રાખશે, જે લોકપ્રિય જનાદેશ દ્વારા નહીં પણ દમન દ્વારા સત્તામાં રહ્યા. બાદમાં તેઓ ખુદ દેશના ગુસ્સાનો શિકાર થયા અને એક અલોકપ્રિય તાનાશહની માફક દેશ છોડીને ભાગવું પડ્યું.