સમંથા તેલુગુ સિનેમાની જાણીતી ડિરેક્ટર અને રાઇટર નંદિની રેડ્ડી સાથે ફરી કામ કરવા જઈ રહી છે
મુંબઈ, તા.૧૨
સમંથા રુથ પ્રભુએ ૨૦૨૩માં જાહેરાત કરી હતી કે તે હવે પ્રોડ્યુસર બની ગઈ છે અને તેણે તરલા મુવિંગ પિક્ચર્સ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તે એવી ફિલ્મો બનાવશે, જેમાં “ફિલ્મો નવા જમાના અને નવા વિચારોનું પ્રતિનિધિત્વ કરશે.” હવે સમંથા તેલુગુ સિનેમાની જાણીતી ડિરેક્ટર અને રાઇટર નંદિની રેડ્ડી સાથે ફરી કામ કરવા જઈ રહી છે. ત્યારે એક રાઉન્ડ ટેબલ પેનલ ડિસ્કશનમાં નંદિનીએ સમંથાના વળતરમાં ભેદભાવ ખતમ કરવાનાં પગલાં વિશે વાત કરી હતી. નંદિનીએ કહ્યું હતું કે મહિલા ડિરેક્ટર્સને પુરુષ ડિરેક્ટર્સ કરતાં વધુ મહેનત કરવી પડે છે કારણ કે તેમણે પોતાની જાતને પ્રોડ્યુસર્સ માટે અને તેમની ફિલમ્સ માટે સુરક્ષિત સાબિત કરવાની હોય છે.પુરુષ ડિરેક્ટર્સને તો ફિલ્મ ફ્લોપ જાય પછી પણ બીજી તક મળે છે, તે અંગે નંદિનીએ ખુલીને કહેલું, “અમારા માટે દરેક શુક્રવાર મહત્વનો હોય છે. અમારી સફળતા માત્ર અમારી ફિલ્મ કેવી ચાલે છે, તેના પર જ આધારીત હોય છે. જ્યારે એક પુરુષ ડિરેક્ટર જેટલું ચાર વર્ષમાં મેળવી લે છે, ત્યાં સુધી પહોંચતા મહિલા ડિરેક્ટરને આઠ વર્ષ થઈ જાય છે.” ત્યારે વળતરમાં ભેદભાવને તેણે એક કડવી વાસ્તવિકતા ગણાવી હતી. હવે સમંથા રુથ પ્રભુ અને નંદિની રેડ્ડી મળીને ‘બંગારમ’ નામની ફિલ્મ બનાવી રહ્યાં છે, જેમાં સમંથા રુથ પ્રભુએ દરેકને એક સમાન વળતરની પોલિસી લાગુ કરી છે.