Rajkot: ગોળીબાર વેળાએ કારમાં ત્રણ નહિ છ શખ્સ હતા : વધુ ત્રણની ધરપકડ

Share:
સમીર, શાહનવાઝ અને સોહીલ બાદ દિનેશ રીબડીયા, અકરમ નાથાણી અને ઇમ્તિયાઝ પરમારને દબોચી લેતી તાલુકા પોલીસ
Rajkot,તા.18
શહેરના પુનિતનગર વિસ્તારમાં ગત શનિવારે વહેલી સવારે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા પર જંગલેશ્વર ગેંગના સભ્યોએ ફાયરિંગ કરતા પરેશને ડાબા પગમાં ગોળી વાગી હતી. એસઓજીએ સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણાની ધરપકડ કરી વર્ના કાર, પિસ્ટલ, બે જીવતા કાર્ટિસ સહીત રૂ. 5.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની આકરી પૂછપરછ કરતા ફાયરિંગ ટાણે વર્ના કારમાં કુલ છ શખ્સો હાજર હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. જે બાદ તાલુકા પોલીસના પીઆઈ ધવલ હિરપરાની ટીમે દિનેશ રીબડીયા, અકરમ નાથાણી અને ઇમ્તિયાઝ પરમારને દબોચી લીધો છે.
સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો ગત શનિવારે સવારે 5:25 વાગ્યાંના અરસામાં પુનિતનગરમાં પેંડા ગેંગના સાગરીત પરેશ રાજુભાઈ બળદા (ઉ.વ.૨૩) પર કારમાં આવેલા જંગલેશ્વરના શખસોએ મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં એસઓજીના એએસઆઇ ફિરોઝભાઈ શેખ, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ કિશોરભાઈ ઘુઘલની બાતમીના આધારે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ (ઉ.વ.ર૬ ધંધો, ભંગારનો રહે. એકતા કોલોની શેરી નં ૦૭ જંગલેશ્વર), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ (ઉ.વ.૧૯ ધંધો. અભ્યાસ રહેવાસી, જંગ્લેશ્વર શેરી નં. ૦૭ ફુશેની ચોક રાજકોટ હાલ રહે, દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટી) તથા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉ.વ.૨૧.. મજુરી રહે. જંગ્લેશ્વર શેરી નં.ક હુસેની ચોક)ને પકડી લઈ દેશી બનાવટની પીસ્ટલ જેની કિંમત રૂ. 25 હજાર, જીવતા કારતુસ નંગ બે જેની કિંમત રૂ.૨૦૦ તથા વર્ના કાર નંબર જીજે-૧૩-સીઇ-૦૦૧૩ તેમજ રોકડા રૂપીયા ૨૭,૦૦૦ મળી રૂ.૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તાલુકા પોલીસના પીઆઈ ધવલ હિરપરાની ટીમે ત્રણેય શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા વર્ના કારમાં ત્રણ કે ચાર નહિ પણ ફાયરિંગ સમયે કુલ છ શખ્સો હાજર હોવાની કબૂલાત આરોપીઓએ આપી હતી. બાદમાં પીઆઈ હિરપરાએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતા હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ મારફત વધુ ત્રણ સભ્યોને જંગલેશ્વર સહિતના વિસ્તારોમાંથી ઉઠાવી લેવાયા હતા.  દીનેશભાઇ હકાભાઇ રીબડીયા , અકરમ ઉર્ફે અપ્પુ ઇસુબભાઇ નાથાણી અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમતુડો અલ્તાફભાઇ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *