Turkey Parliament: તુર્કિયેની સંસદમાં શુક્રવારે ખૂબ હોબાળો થયો,સંસદમાં ઢિસૂમ ઢિસૂમ

Share:

Turkey,તા.17

તુર્કિયેની સંસદમાં શુક્રવારે ખૂબ હોબાળો થયો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોની વચ્ચે મારામારી પણ થઈ. વીડિયો ફૂટેજમાં શાસક પક્ષ એકેપી પાર્ટીના સાંસદ અહમત સિકને લેક્ચરમાં મુક્કો મારવા માટે દોડતાં અને ડઝન અન્ય લોકો મારામારીમાં સામેલ થતાં નજર આવી રહ્યાં છે.

શાસક પાર્ટીને આતંકવાદી સંગઠન કહેવા પર શરૂ થયો વિવાદ

મળતી માહિતી અનુસાર જેલમાં કેદ એક વિપક્ષી સાંસદ પર આકરી ચર્ચા દરમિયાન સત્તા અને વિપક્ષનો અંદરોઅંદર વિવાદ શરૂ થયો. શાસકીય પાર્ટીને આતંકવાદી સંગઠન કહેનાર વિપક્ષી સાંસદ સિકને એકેપી સાંસદોમાંથી એકે મુક્કો મારી દીધો. આ સાથે ડઝન સાંસદ મારામારી કરવા લાગ્યા. અમુકે બીજાને રોકવાનો પ્રયત્ન કર્યો. આ ઝઘડામાં એક મહિલા સાંસદને ઈજા પહોંચી. તેનાથી સ્પીકરના મંચની સફેદ સીડીઓ પર લોહીના છાંટા પણ જોવા મળ્યા. એક અન્ય વિપક્ષી સભ્યના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.

અટાલે જેલમાં સજા કાપી રહ્યાં

2013માં કથિતરીતે રાષ્ટ્રવ્યાપી ગીઝી પાર્ક વિરોધ પ્રદર્શનનું આયોજન કરીને સરકારને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરવાના આરોપમાં અટલેને 2022માં 18 વર્ષની સજા સંભળાવાઈ હતી. અટલે ગયા વર્ષે મે માં વર્કર્સ પાર્ટી ઓફ ટર્કી (ટીઆઈપી)નું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદ માટે પસંદ કરવામાં આવ્યા હતાં.

હોબાળા બાદ સંસદ સ્થગિત

સંસદે અટાલેને અયોગ્ય જાહેર કરી દીધા. તુર્કિયેની બંધારણીય અદાલતે 1 ઓગસ્ટે તેમના નિકાલને અમાન્ય જાહેર કરી દીધો. વિવાદ બાદ ડેપ્યુટી સ્પીકરે પાર્લામેન્ટને સ્થગિત કરી દીધી. આ ઘટના બાદ સત્તા પક્ષ અને વિપક્ષે એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ પણ કર્યાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *