‘..તો તમારો સાથ નહીં આપીએ, માપમાં કાર્યવાહી કરજો’, President Biden ની ઈઝરાયલને ચેતવણી

Share:

America,તા,03

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશ હવે આમને-સામને છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.

G7 દેશોએ બોલાવી બેઠક 

દરમિયાન G7 દેશોએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.

માપમાં કાર્યવાહી કરવા ચેતવણી 

અહેવાલ અનુસાર, બાઈડેને કહ્યું કે ઈરાન દ્વારા કરાયેલા બેલિસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં ઇરાનની પરમાણુ સાઇટ્સ પર ઇઝરાયેલના કોઈપણ હુમલાને સમર્થન નહીં આપીએ અને ઇઝરાયેલને તેના દુશ્મન સામે પ્રમાણસર કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. ઈરાને ઈઝરાયેલ પર 180થી વધુ મિસાઈલો ઝિંક્યાના એક દિવસ બાદ બાઈડેને આ વાત કહી હતી. જોકે, બાઈડેને અગાઉ ઈરાનના આ હુમલાને બિનઅસરકારક ગણાવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *