મેચ વિનર જ બન્યો ‘વિલન’, આ Indian player પર ભડક્યાં યુઝર્સ, કહ્યું – ‘ધોની બનવાની ક્યાં જરૂર

Share:

Colombo,તા.03

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમ આ મેચ આશાનીથી જીતી રહી હતી પરંતુ અંતે એક નાની ભૂલને કારણે ભારત પાસેથી જીત છીનવી લીધી અને મેચ ટાઈ થઈ ગઈ હતી. જેના પગલે ફેન્સ ભારતીય ખેલાડી પર ભડક્યાં હતા અને સોશિયલ મીડિયા એકસ પર યુઝર્સે ટ્રોલ પણ કર્યા હતા.

અને ભારત-શ્રીલંકા મેચ ટાઈ થઈ

ભારતીય ટીમને મેચના અંતે જીતવા માટે 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી, પરંતુ ટીમ પાસે એક જ વિકેટ બચી હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર હતા. ભારતીય ચાહકોને આશા હતી કે અર્શદીપ સિંહ સિંગલ લઈને મેચ જીતાડી દેશે, પરંતુ તેણે કંઈક એવું કર્યું જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને અર્શદીપની ટીકા કરવા લાગ્યા હતા. અર્શદીપ સિંહે ક્રિઝ પર આવીને એવો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો કે આઉટ થઈ ગયો હતો. અને મેચ ટાઈ થઈ હતી. આ પછી ફેન્સનું માનવું છે કે અર્શદીપની આ ભૂલ ભારતીય ટીમને ભારે પડી છે, જેના કારણે જીતેલી મેચ ટાઈ થઈ ગઈ હતી. હવે ફેન્સ અર્શદીપ વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરીને ટ્રોલ કરી રહ્યા છે.

પોસ્ટ શેર કરતી વખતે એક યુઝર્સે લખ્યું કે અર્શદીપ સિંહની ક્રિકેટિંગ સમજ માટે…. 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી અને તેના હાથમાં માત્ર 1 વિકેટ હતી. તે સિક્સર કેવી રીતે મારી શકે? શું તે ખરેખર નિડર ક્રિકેટ હતું કે મોટી ભૂલ? અન્ય એક યુઝરે લખ્યું કે અર્શદીપ સિંહને મહેન્દ્ર સિંહ ધોની બનવાની ક્યાં જરૂર હતી. આ યુઝરે ધોનીને ડાબા હાથથી રમતો હોય તેવો એક મીમ પણ શેર કર્યા છે.  ઉલ્લેખનીય છે કે અર્શદીપ સરળતાથી એક રન લઈ શક્તો હતો, પણ તેણે ક્રિઝ પર આવતાની સાથે જ છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે તે બોલ મિસ થતાં LBW આઉટ થયો હતો. 

ભારતીય ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા. અને ભારતીય ટીમને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઈન્ડિયા પણ 230 રનના સ્કોર પર 13 બોલ બાકી રહેતા ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના પગલે મેચ ટાઈ થઈ ગઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *