Surat,તા.૧૯
સુરત જિલ્લામાં ફરી સર્જાયેલ ગ્રીષ્માકાંડ જેવી ઘટના મામલે યુવતીની અંતિમ નીકળી નીકળી. અંતિમયાત્રામાં પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સહિતના લોકો જોડાયા, વાંકલ બજાર બંધ રાખી દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચલાવી હત્યારા યુવકને કડક સજાની માંગ કરવામાં આવી છે. ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગ્રીષ્માં હત્યાકાંડ કેવી સર્જાયેલી ઘટના થી ભારે ચકચાર મચી જવા પામી હતી. બોરીયા ગામની ૨૦ વર્ષીય તેજસ્વી ચૌધરી નામની યુવતીની પ્રેમ પ્રકરણમાં યુવકે ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી હતી અને બાદમાં યુવકે પોતાનું પણ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
શ્વાસનળીના ભાગે ઇજાઓ પહોંચતા હાલ યુવક સારવાર હેઠળ છે. ચકચારીત હૃદય કંપાવનારી ઘટનાથી લોકો શોકમગ્ન છે. વાંકલ બજારના વેપારીઓ દ્વારા આજે સ્વૈચ્છિક બજારની દુકાનો બંધ રાખી દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સવારથી દુકાનો બંધ રાખી દીકરી આત્માને શાંતિ માટે પ્રાર્થના યોજી હતી.
યુવતીની હત્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કરનાર સુરેશ જોગી નામનો યુવક હાલ સારવાર હેઠળ છે. આજરોજ બોરીયા ગામે નીકળેલી યુવતીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો સહિતના ગ્રામજનો જોડાયા હતા. હૃદય કંપાવનારી ઘટનાને પગલે અંતિમયાત્રા દરમ્યાન લોકોની આંખો ભીની થઇ હતી. દીકરી ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું. યુવતીના પરિવારજનો તેમજ સામાજિક આગેવાનો આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ઝડપથી ચાર્જશીટ રજૂ કરી હત્યારા યુવકને કડકમાં કડક સજા થાય એવી માંગ કરી રહ્યા છે.