Rajkot,તા.૫
રાજ્યમાં હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મુદ્દો હજું શમ્યો નથી, ત્યાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યું છે. જી હા…કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું છે કે નીલકંઠ ચરિત્ર પુસ્તક બીએસપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન કક્ષાએ લખવું પડી રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીનોના કૌભાંડો કરવામાં રસ હોય છે. ભાજપને મત આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે.
રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આરએમસી કમિશ્નર અને કલેકટરને અમે આવતા અઠવાડિયામાં આવેદનપત્ર આપશું.પીપીપી આવસ યોજના માટે ગરીબ લોકોના મકાનો ખાલી કરાવવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. કાલાવડ રોડ પર જેપી કન્ટ્રક્શનમાં વિજય રૂપાણી સહિતના ભાગીદાર હતા.આરએમસીને ટૂંકા સમયમાં જ જગ્યા આપી દેવામાં આવી અને પીપીપી ધોરણે આવાસ બનાવવા આપી દેવામાં આવી. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
રાજકોટમાં અનેક જગ્યાએ બિલ્ડરોને લાભ કરાવવામાં આવી રહ્યા છે. ક્યાંક બગીચાઓ આપી દેવામાં આવ્યા છે અને મત મેળવવા કામ કરવામાં આવ્યા છે. અમે દરેક પીપીપી આવાસની વિગતો મેળવી રહ્યા છીએ. ભાજપના ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માંગુ છું કે તમારા પાસે સર્કિટ હાઉસ અને બાંગ્લાઓ હશે, પણ જો તમારા ઘરમાંથી ઉપાડી રસ્તા પર ફેંકી દેવામાં આવે તો શું થાય? આવતા અઠવાડિયા સુધીમાં જો કલેકટર અને મ્યુ.કમિશ્નર આ અંગે વિગતો જાહેર ન કરે તો લોકોને સાથે રાખી રજૂઆતો કરવામાં આવશે.
સ્માર્ટ મીટર મુદ્દે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું હતું. જેમાં સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરના વિડીયો મુદ્દે જે નિવેદન આપ્યું છે તે સંદભર્માં જણાવ્યું હતું કે લોક સાહિત્યકારોની ફરજ લોક જાગૃતિની હોઈ છે. મીટરની જે વાત કરી તે તે મીટરને બરોબર સમજીને લોક સાહિત્ય કાર તરીકે કામ કરવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ જે કામ કર્યું તેવું લોક સાહિત્યકારે કરવું જોઈએ. બરોડા, મોરબી અને રાજકોટ જેવા કાંડમાં આ સાહિત્યકારો ક્યાં જતા રહે છે? જાહેર જીવનની રીડ ગણાય તે સરકારની કાકલૂદી કરવા માંડે તો સમાજને અધોગતિ થાય.
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યુંને ફરી આગને ફરી ભભૂકતી કરી મૂકી છે. આ વખતે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ બીએસપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને નિશાને બનાવ્યો છે. તેમણે કહ્યું કે નીલકંઠ ચરિત્ર પુસ્તક મ્છઁજી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન કક્ષાનું લખાણ લખવું પડી રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીનોના કૌભાંડો કરવામાં રસ હોય છે. ભાજપને મત આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે.