Tarak Mehta show માં આ અભિનેતા કરશે વાપસી, અસિત મોદી સાથે કરી મુલાકાત

Share:

Mumbai , તા.18

પ્રખ્યાત ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી લોકપ્રિય શૉ છે. આજે પણ લોકો આ શૉ જોવાનું પસંદ કરે છે. ઘણા ફેમસ પાત્રોએ શૉ છોડી દીધો હોવા છતાં પણ તેઓ આજે પણ સમાચારોમાં રહે છે. આ દરમિયાન, શૉમાં એક જૂના કલાકારની વાપસીની ચર્ચાઓ ચાલી રહી છે.

રોશન સોઢી તારક મહેતા…માં વાપસી કરશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરુચરણ સિંહને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ 2020માં અમુક અંગત કારણોના લીધે તેમણે આ શૉ છોડ્યો હતો. પરંતુ તાજેતરમાં ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર નિર્માતા આસિત મોદીને મળ્યા હતા. જો કે આ મુલાકાતનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ તેમની મુલાકાત બાદ સીરિયલમાં તેના કમબેકની અફવા શરુ થઈ ગઈ છે.

2020માં શૉ છોડી દીધો હતો

ગુરુચરણ સિંહ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયા હતા. શૉમાં રોશન સોઢીનું પાત્ર ભજવીને તેમણે ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. જો કે, આ પછી વર્ષ 2013 અભિનેતાએ શૉ છોડી દીધો હતો. પરંતુ ફેન્સની માંગ પછી, તેમને ફરીથી શૉમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ વર્ષ 2020માં અભિનેતાએ શૉને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પછી, ગુરુચરણ સિંહે અભિનય છોડી દીધો હતો અને તે તેના માતા-પિતાની સંભાળ રાખતા હતા. જો તે ખરેખર શૉમાં પાછો ફરે છે તો તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ હશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *