Surat,તા.27
Suratમાં આજે Shivratri દરમિયાન સંખ્યાબંધ શિવ મંદિરોમાં Shivratriની ઉજવણી ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી કરવામાં આવી છે. તેમાં પણ કોટ વિસ્તાર એવા ગોપીપુરાની રામજીની પોળમાં આવેલું શિવ મંદિર કોટ વિસ્તારના લોકો માટે Shivratri દરમિયાન આસ્થાનું પ્રતિક બની જાય છે. આ દિવસે મંદિરનું શિવલિંગ દૂધ અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવે છે તે તપેલામાં શિવલિંગ તરે છે. આ તરતા શિવલિંગના દર્શન કરવા માટે કોટ વિસ્તારના સુરતીઓ મોટી સંખ્યામાં આવે છે. વર્ષમાં એક જ વખત આ શિવલીંગ તરતુ હોવાથી આ મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધુ જોવા મળી રહી છે.
ઐતિહાસિક નગરી એવું Surat અનેક ઇતિહાસ ધરબીને બેઠું છે તેમાં પણ ધાર્મિક દ્રષ્ટિએ Suratનું અનેરુ મહત્વ જોવા આવે છે. આજે Suratનો વિસ્તાર વધ્યો છે પરંતુ સદીઓ પહેલાં સુરત એટલે કોટ વિસ્તાર ગણાતું હતું. આ કોટ વિસ્તારમાં અનેક ઐતિહાસિક મંદિરો આવ્યા છે તેમાંનું એક મંદિર Suratના ગોપીપુરા રામજીની પોળ વિસ્તારમાં આવેલું કોટી લિંગ મહાદેવનું મંદિર છે. આ વિસ્તારના લોકો માટે આ મંદિરનું કાયમી મહત્વ છે પરંતુ Shivratriના દિવસે આ મંદિરનું મહત્વ કોટ વિસ્તારના સુરતીઓ માટે અનેકગણું વધી જાય છે.તેનું કારણ ધરાવતા 72 વર્ષના પૂજારી રાજેશ સ્માર્ટ કહે છે અમારા બાપ દાદાના વખતથી આ મંદિરની સેવા અમે કરીએ છીએ. આ મંદિર ઘણું જ પૌરાણિક છે તેની સાથે સાથે દર Shivratriએ મંદિરમાં શિવલિંગ છે. મંદિરમાં પંચમુખી મહાદેવ મંદિર નીચે શિવલિંગ છે. આ શિવલિંગ બહાર કાઢ્યું હતું તેની પૂજા કરીને મહાદેવજીનો પ્રસાદ છે તેવા દૂધ અને ભાંગથી બનાવવામાં આવે છે તેમાં આ શિવલીંગ મુકવામાં આવે છે અને તે આશ્ચર્યની વચ્ચે તરે છે. વર્ષમાં એક વાર તે પણ Shivratriના દિવસે મહાદેવ દૂધમાં તરે છે તેના દર્શન કરવા માટે સુરતીઓ ઉમટી પડતા હોય છે. મહોલ્લાના લોકો કહે છે, વર્ષો પહેલાં અહીં Shivratriના દિવસે મેળો પણ યોજાતો હતો પરંતુ શહેરનો વિસ્તાર વધવાની સાથે અનેક લોકો કોટ વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં વસવાટ કરવા ગયાં છે. જોકે, અન્ય વિસ્તારમાં ગયેલા લોકો પણ Shivratriના દિવસે કોટી લિંગ મહાદેવના દર્શન કરવા માટે ગોપીપુરા વિસ્તારમાં અચુક આવે છે.