Tarak Mehta ka Ulta Chashma ની સોનુ ભિડેના ગંભીર આરોપ, મેકર્સે ઈમોશનલ ટોર્ચર કરી,Panic Attack

Share:

Mumbai,તા.27

દેશનો પ્રચલિત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક પછી એક કલાકારોના આરોપો અને ખુલાસાથી વિવાદ સર્જાયો છે. એક સમયે કન્ટેન્ટ અને અભિનય માટે ચર્ચામાં રહેતો આ શો હવે જાતીય સતામણી અને માનસિક ત્રાસનું કેન્દ્ર હોવાની અટકળો વહેતી થઈ છે.

સોનુ ભિડેને આવ્યો પેનિક અટેક

હાલમાં જ શોની સોનુ ભિડે ઉર્ફે પલકે શુટિંગના સેટ પર અમાનવીય વ્યવહારનો સામનો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેણે પ્રોડક્શન હાઉસ અને તેની ટીમ દ્વારા કનગડત થતી હોવાની જાહેરાત કરી છે. જેના લીધે તેને પેનિક અટેક પણ આવ્યો હતો. અને તે માનસિક તણાવનો સામનો કરી રહી છે.

અન્ય કલાકારોએ પણ મૂક્યા આરોપ

આ શોના અન્ય ઘણા કલાકારોએ શોના મેકર્સ પર આરોપો મૂક્યા છે. જેમાં તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ કેસ કર્યા બાદ જેનિફર મિસ્ત્રી (મિસિઝ સોઢી)એ પણ શોના મેકર્સ પર જાતિય સતામણીનો આરોપ મૂક્યો હતો. મોનિકા ભદોરિયાએ પણ સેટ પર ખરાબ વર્તન થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. અને હવે વધુ એક નામ ઉમેરાયું છે.

રજા પણ આપતાં ન હોવાનો આરોપ

પલકે જણાવ્યું હતું કે, તેને માનસિક તણાવ સાથે તબિયત ખરાબ હોવાથી ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હતી. તેણે આરામ કરવા માટે મેડિકલ લીવ પણ માગી હતી. પરંતુ મેકર્સે જુદા-જુદા કારણો આપી લીવ રિજેક્ટ કરી હતી. તેની તબિયત સારી ન હોવા છતાં મેકર્સે તેને જુસ્સા સાથે કામ કરવા કહ્યું અને તે જ દિવસે સીન પૂરો કરવા મજબૂર કરતાં 14 સપ્ટેમ્બર, 2024ન રોજ તેને સેટ પર જ પેનિક અટેક આવ્યો હતો. પ્રોડક્શન ટીમને જાણ કરી હોવા છતાં કોઈએ ધ્યાન આપ્યું નહીં.

સોનુ ભિડેએ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું

છેલ્લા કેટલાક સમયથી અટકળો આવી હતી કે, સોનુ ભિડેનું પાત્ર ભજવતી પલક સિંધવાનીએ તારક મહેતા શોના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે મેકર્સ તેને નોટિસ મોકલવાની તૈયારીમાં હતા. પહેલાં તો બંનેએ આ અટકળોને ખોટી ઠેરવી હતી. પરંતુ બાદમાં શોના મેકર્સે તેને લીગલ નોટિસ મોકલતાં સોનુએ આ આરોપો લગાવ્યા હતા.

પલક સિધવાનીએ મેકર્સને 8 ઓગસ્ટના રોજ શો છોડવા અંગે જાણ કરી હતી. મેકર્સે આ મુદ્દે વિચારવા થોડો સમય માગ્યો હતો. પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો. હેલ્થ અને પ્રોફેશનલ ગ્રોથના લીધે તે શો છોડવા માગતી હતી. પરંતુ આકરા કોન્ટ્રાક્ટના લીધે તેની એક્ઝિટ મુશ્કેલ બની હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *