તનુ વેડ્‌સ મનુઃ ત્રીજી સીક્વલમાં Kangana Ranaut ના ટ્રિપલ રોલ

Share:

કંગના રણોત અને આર મધવને ૨૦૧૧ના વર્ષમાં ‘તનુ વેડ્‌સ મનુ’માં પહેલી વાર સાથે કામ કર્યુ હતું

Mumbai, તા.૮

કંગના રણોત અને આર મધવને ૨૦૧૧ના વર્ષમાં ‘તનુ વેડ્‌સ મનુ’માં પહેલી વાર સાથે કામ કર્યુ હતું. આશ્ચર્યજનક રીતે આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ પુરવાર થઈ હતી. ડાયરેક્ટર આનંદ એલ. રાયએ ચાર વર્ષ બાદ ફરી તેમને ભેગા કર્યા હતા અને બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. હિન્દીમાં લેડી હીરો ધરાવતી ફિલ્મોમાં સૌથી વધુ બિઝનેસ ‘તનુ વેડ્‌સ મનુ રિટર્ન્સ’ને મળ્યો હતો. હવે તેની ત્રીજી ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. રાઈટર હિમાંશુ શર્મા અને આનંદ એલ. રાયએ સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે.  તનુ વેડ્‌સ મનુની શરૂઆત ખૂબ જ સાહજિક અને સ્વાભાવિક રાખવામાં આવી છે. તેને વાસ્તવિક સીક્વલ બનાવવા માટે મેકર્સે પહેલો અને ત્રીજા ભાગ જ્યાં અટક્યો હતો ત્યાંથી ત્રીજી ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે. અગાઉની બંને ફિલ્મોની જેમ તેમાં કોમેડી, રોમાન્સ અને ડ્રામા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં ૮-૧૦ મહિના લાગી શકે છે.  કંગના રણોતને ત્રીજી ફિલ્મમાં ત્રણ રોલ આપવામાં આવશે, જ્યારે માધવનનું કેરેક્ટર માત્ર એક જ રોલમાં જોવા મળશે. કંગના કરિયરમાં પહેલી વખત ટ્રિપલ રોલ કરવાની છે. ‘તનુ વેડ્‌સ મનુ રિટર્ન્સ’માં કંગનાના ડબલ રોલ હતા. કંગનાના ડબલ રોલ કર્યા પછી પહેલી સીક્વલને વધારે સફળતા મળી હતી. તે જ રીતે ત્રણ કર્યા પછી ત્રીજી ફિલ્મને વધારે સફળતા મળવાની અપેક્ષા ફિલ્મ મેકર્સ રાખી રહ્યા હોય તેવી શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *