વાહન પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો : પરિવારમાં કલ્પાંત
Morbi,, તા.૨૯
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા યુવકનું ભાઈને મળવા ખીજડીયા ગામે જતી વેળાએ રસ્તામાં બાઈક સ્લીપ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા અનિલભાઈ નજરુભાઈ છપ્પનિયા (ઉં.વ.18) નામના યુવકનું ગત તા. 26 ના નવેક વાગ્યાના અરસામાં ગામમાં ખીજડીયા રોડની નજીક બાઇક સ્લીપ થઇ જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક તેના મોટા ભાઈને મળવા ખીજડીયા ગામે જતો હતો ત્યારે રસ્તામાં ખીજડીયા રોડ નજીક બાઇક સ્લીપ થઇ જતા યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર યુવક મૂળ એમપી અલીરાજપુરનો વતની છે.મૃતક અનિલ અપરણિત છે અને ગત એકાદ માસથી ટંકારામાં પેટિયું રળવા આવેલો હતો.પોલીસે વધુ તપાસ હાથધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.