Tankara,તા.23
કલ્યાણપર ગામની સીમમાં વાડીમાં ૪ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ટ્રેક્ટર ચાલકે બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં રહીને મજુરી કરતા નૂરૂભાઈ જોગડીયાભાઈ કિકરીયાએ આરોપી ટ્રેક્ટર ચાલક ઇન્જામૂલ રસુલ શેરશીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૫-૧૨ ના રોજ સવારના દશેક વાગ્યે ફરિયાદીની દીકર તેજલ (ઉ.વ.૦૪) વાળી વાડીમાં રમતી હતી ત્યારે ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર પુરઝડપે ચલાવી ટ્રેક્ટર પાછળ લાગેલ ચકરીમાં બાળકીને હડફેટે લીધી હતી જે અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે