Tankara:વેપારીને હનીટ્રેપમાં ફસાવી દંપતી સહિતનાએ રૂપિયા 5 લાખ પડાવ્યા

Share:

Morbi,તા.20

રોકડ 5 લાખ, 5 મોબાઈલ, કાર સહીત 8.25 લાખનો મુદામાલ કબજે લીધો

            ટંકારાના વેપારી યુવાનને મોબાઈલથી સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં યુવાનને રાજકોટ અને ટંકારા આજુબાજુના વિસ્તારમાં લઇ જઈને બાદમાં મહિલાના પતિ સહિતના પાંચ આરોપીઓએ કાવતરું રચી કારમાં અપહરણ કરી લઇ જઈને માર મારી દુષ્કર્મની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 5 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે 8.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે  

            ટંકારાના હરીપર (ભૂ.) ના રહેવાસી અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.વ.૩૭) નામના વેપારીએ આરોપીઓ દિવ્યાબેન ઉર્ફે પૂજા રમેશ જાદવ, રમેશ કાળુભાઈ જાદવ, સંજય ભીખાલાલ પટેલ, હાર્દિક કિશોર મકવાણા અને ઋત્વિક દિવ્યાબેન ઉર્ફે પૂજાનો ભાઈ એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અજીતભાઈ મીતાણા નજીક આવેલ ફ્રેન્સ પોલીપે કારખાનામાં બેસી વેપાર કરે છે સાતેક દિવસ પૂર્વે મોબાઈલ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં પુજાબેન નામની મહિલાએ તમે પાણી વાળા ભાઈ બોલો છો કહેતા વેપારીએ ના પાડી હતી અને નામ પૂછતા નામ જણાવ્યું હતું બીજા દિવસે વોટ્સએપમાં જય માતા તથા ગૂડ મોર્નિંગ મેસેજ આવ્યા અને મહિલાએ તેના પતિ ટ્રક ડ્રાઈવર છે તે અમુક સમયે જ આવે છે જેથી ફ્રેન્ડશીપ કરવી છે કહ્યું હતું અને તે મોરબીના ઘૂટું ગામે રહે છે તમે કહેશો ત્યાં આવી જઈશ કહેતા ફ્રી હોય ત્યારે જણાવીશ કહ્યું હતું

            બાદમાં તા. 17-01 ના રોજ સવારના પૂજાનો ફોન આવ્યો અને રાજકોટ હોસ્પિટલના કામે જાવ છું તમારી પાસે સમય હોય તો આપણે મળીએ વાત કરી હતી જેથી પુજાબેનને છતર ગામે ઉભા રહેજો ગાડી બેસાડી આપણે બંને રાજકોટ જશું વાત કરી હતી અને બપોરના છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી અને તેના મિત્ર જયદીપ કુવરજી ચૌધરી બંને કાર લઈને ગયા જ્યાં પુજાબેને ફોનમાં જણાવ્યું કે પીળા રંગની સાડી પહેરી ઉભા છે જેથી તેને ઓળખી ગયા અને ગાડીમાં બેસાડી રાજકોટ સિવિલ જવા નીકળ્યા હતા રાજકોટ જામનગર રોડ પર આવેલ ટી જી એમ હોત્રેલ ગયા અને અલગ અલગ સ્થળે ફરવા ગયા હતા દરમિયાન પૂજાએ પોતાનું સાચું નામ દિવ્યા હોવાનું જણાવ્યું હતું પૂજા મોબાઈલમાં કોઈને ફોન મેસેજ કરતા હતા અને બપોરના અઢી વાગ્યે રાજકોટથી નીકળ્યા પૂજાએ છત્તર ઉતારી દેજો પાછળ કોઈ ગાડી પીછો કરે છે કહેતા તેને ઉતારી દીધા હતા અચાનક એક સ્વીફ્ટ કાર આવી જેમાં 5 લોકો હતા જેને અપહરણ કરી યુવાનને સ્વીફ્ટ કારમાં બેસાડી લઇ ગયા હતા

            જેમાં એક વ્યક્તિ દિવ્યનો ભાઈ ઋત્વિક હોવાની ઓળખ આપી હતી અને અલગ અલગ સ્થળે લઇ જઈને માર માર્યો હતો અને ઋત્વિકે મારી બહેનને તમે આખો દિવસ લઈને કેમ ફરો છો કહીને મારવા લાગ્યા હતા આરોપી હાર્દિક મકવાણાએ બળાત્કારના કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી અને સમાધાન કરી લેવડદેવડ કરી પૂરું કરી નાખીએ તેવી વાત થતા ચાની હોટેલ વાળા રણછોડભાઈ રબારી ઓળખતા હોવાથી ત્યાં ગયા હતા અને સમાધાનના 5 લાખ માંગ્ય હતા વેપારી સાથે જયદીપે ગાડીમાં થેલામાંથી ધંધાના રૂ 1 લાખ રોકડા સંજય ભીખાલાલ પટેલને આપ્યા હતા અને જવા દીધા હતા બાદમાં તા. 19 ના રોજ ટંકારા પાસે બોલાવ્યો હતો જ્યાં ફરિયાદી અને તેનો મિત્ર જયદીપ ગયા હતા જ્યાં બાકીના રૂપિયા 4 લાખ માટે દિવ્યા, તેનો પતિ રમેશ જાદવ, સંજય પટેલ અને હાર્દિક કિશોર મકવાણાએ આવી બાકીના ચાર લાખ માટે ધમકી આપી હતી અને કુલ પાંચ લાખની રકમ પડાવી હતી

            જે ફરિયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપીઓ સંજય ભીખાભાઈ ડારા રહે ખેવારીયા તા. મોરબી, હાર્દિક કિશોર મકવાણા રહે નાની વાવડી તા. મોરબી, દેવુબેન ઉર્ફે પૂજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ અને રમેશ કાળુભાઈ જાદવ રહે બંને ટંકારા એમ ચાર આરોપીને ઝડપી લઈને રોકડ રૂ 5 લાખ, 5 મોબાઈલ કીમત રૂ 23 હજાર, સ્વીફ્ટ કાર કીમત રૂ ૩ લાખ  સહીત કુલ રૂ 8,25,૫૦૦ નો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *