Tankaraની નાલંદા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

Share:

Tankara,તા.26
ટંકારાની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. જેમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું. આ કલા મહાકુંભમાં પ્રાથમિક શાળાના શિક્ષિકા સોલંકી હેતલબેન એક પાત્રીય અભિનયમાં 21 થી 59 ની વયજૂથ માં પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા. જ્યારે ઝાલા અક્ષિતાબા  સહદેવ સિંહ 6 થી 14 વર્ષની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવી  વિજેતા બન્યા. ઝાલા જાનવીબા મયુરધ્વજસિંહ તૃતીય નંબરે  વિજેતા બન્યા .આ ક્ષણ શાળા માટે ગૌરવવંત રહી. વિજેતાઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *