લગ્નની અટકળો વચ્ચે Tamannaah and Vijay Varma અલગ થયાં

Share:

૨૦૨૩ના વર્ષમાં લસ્ટ સ્ટોરીઝ ૨ની રિલીઝ પહેલાં તેમણે ગોવામાં સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું

Mumbai, તા.૬

તમન્ના ભાટિયા અને વિજય વર્માના લગ્ન નિશ્ચિત મનાતા હતા. સેલિબ્રિટી કપલે પણ લગ્ન કરવાના ઈરાદા અંગે જાહેરમાં વાત કરી હતી. લગ્નની અટકળો વચ્ચે તેમણે પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. તમન્ના અને વિજયમાંથી કોઈએ બ્રેક અપ અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. ગત મહિને તમન્નાએ એક-બે વર્ષમાં લગ્ન કરીને ઠરીઠામ થવાનો ઈરાદો જાહેર કર્યો હતો. અચાનક જ તેમના સંબંધોમાં ક્યાં ખટાશ આવી તે અંગે માહિતી બહાર આવી નથી. સેપરેશન પછી પણ સારા મિત્ર રહેવાનો ઈરાદો તેમણે વ્યક્ત કર્યો છે. પોતાના સંબંધો અંગે જાહેરમાં એકબીજા પર માછલાં ધોવાની પણ તેમની ઈચ્છા નથી. વિજય-તમન્નાએ હાલના સમયે અટકળોનો જવાબ નહીં આપવાનું નક્કી કર્યું છે. અર્જુન-મલાઈકા અરોરાની જેમ તેઓ પણ પોતાના બ્રેકઅપની સીધી વાત કરવાના બદલે સાંકેતિક પોસ્ટ મૂકીને ખુલાસો કરે તેવીશક્યતા છે. ૨૦૨૩ના વર્ષમાં લસ્ટ સ્ટોરીઝ ૨ની રિલીઝ પહેલાં તેમણે ગોવામાં સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. તેઓ પોતના સંબંધો વિષે આ સમયે કંઈ બોલ્યા ન હતા, પરંતુ લોકો તેમને ઓળખી ગયા હતા. વિજય અને તમન્નાએ પ્રથમ વખત સુજોય ઘોષના ડાયરેક્શનમાં સાતે કામ કર્યું હતું. લસ્ટ સ્ટોરીઝના શૂટિંગ દરમિયાન તેઓ નિકટ આવ્યા હતા. મહિનાઓના ડેટિંગ પછી જૂનમાં તમન્નાએ પોતાના સંબંધો સ્વીકાર્યા હતા. બાદમાં દરેક ઈવેન્ટ અન પોસ્ટમાં પણ તેઓ એકબીજા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા હતા. તમન્નાએ લગ્ન કરવાનો ઈરાદો પણ જાહેર કર્યો હતો. અચાનક જ બંનેના સંબંધો જીવનસાથીના બદલે મિત્રતા સુધી મર્યાદિત થઈ ગયા તે અંગે રહસ્ય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *