Washington,તા.07
26/11ના મુંબઈ હુમલાનો એક આરોપી અને પાકિસ્તાન મૂળના અમેરિકી તહવ્વુર રાણાનો ભારતને પ્રત્યાર્પણનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી રાણાએ ભારતને સોપવા સામે તેની આખરી કાનૂની લડાઈ પણ ગુમાવી છે અને લોસ એન્જીલીસની અદાલતે ભારતીય જેલની સ્થિતિથી લઈને ખુદના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને ભારતને સોંપવા સામે કરેલી અરજી ફગાવી છે.
તહવ્વુર રાણાએ પોતાની અરજીમાં જણાવ્યું કે, તે પાકિસ્તાની મુસ્લીમ છે અને તેથી તેના પર ભારતમાં અત્યાચાર થઈ શકે છે. તેણે પોતાના સ્વાસ્થ્યનો હવાલો પણ આપ્યો હતો પણ લોસ એન્જીલીસ સુપ્રીમ કોર્ટને તમામ મુદાઓ ફગાવીને હાલ ડિટેન્શન સેન્ટરમાં રખાયેલા રાણાની પ્રત્યાર્પણ પ્રક્રિયાને આગળ ધપાવવા લીલી ઝંડી આપી હતી.
26/11ના હુમલાના આરોપી અને પાક મૂળના જ અમેરિકી ડેવિડ હેડલીનો નજીકનો સાથી છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાસન સંભાવના જ રાણાના પ્રત્યાર્પણને મંજુરી આપી હતી. અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ પ્રત્યાર્પણ મંજુર રાખ્યુ હતું પણ રાણા એક યા બીજી અદાલતમાં આ અંગે અરજીઓ કરી વિધાનો સર્જી રહ્યા હતા.
26/11/2001ના મુંબઈ પર હુમલા માટે પાકથી જે 10 આતંકીઓ સમુદ્ર માર્ગે મુંબઈમાં ઘુસ્યા તેના માટે અગાઉ રેસી કરવામાં હેડલીની સહાય રાણાએ કરી હતી.જો કે તેની સામે અનેક કપ હોવાથી તે સજા પુરી થયા બાદ હવે તે ભારતને સોપાઈ રહ્યો છે.