‘Suicide Prevention Day’: ગુજરાતમાં દરરોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા, 3 વર્ષમાં 10 ટકાનો વધારો

Gujarat,તા.10  આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-કાયર પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે ‘આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે. […]