Vadodara માં જર્જરિત મકાનનો સ્લેબ તૂટ્યો, ફાયર બ્રિગેડે રેસ્ક્યું કરી માતા-દીકરીનો જીવ બચાવ્યો

Vadodara,તા,13 વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં વધુ એક મકાન ધરાશયી થવાનો બનાવ બન્યો છે. જેમાં ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી અને તે પૈકી એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના વારંવાર બનાવો બની રહ્યા છે અને તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માણી રહ્યું છે. ચાર દિવસ પહેલા જ […]

Vadodara માં સાત પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા 1.62 કરોડના દારૂ અને સીરપની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું

Vadodara,તા.09 વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કફ સીરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન-1 હેઠળના જવાહર નગર, ગોરવા, લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂ.1.62 કરોડની કિંમતની 90 હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો. નંદેસરી-જવાહર […]

Vadodara: દારૂના ગુનામાં સામેલ ચાર અને ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓની પાસામાં અટકાયત

Vadodara,તા.09 વડોદરામાં ચોરી લૂંટ વાહન ચોરી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપી મેહુલભાઈ બુધાભાઈ બારીયા રહેવાસી ભરવાડ વાસ રેવડિયા મહાદેવ મંદિરની બાજુમાં મૂળ રહેવાસી પંચમહાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી […]

Vadodara માં અખંડ ફાર્મ દારૂની મહેફીલનો કેસ : યોગ્ય પુરાવાઓ રજૂ નહીં થતાં માલેતુજારો કોર્ટમાંથી છૂટી ગયા

Vadodara,તા.09 વડોદરા નજીક સેવાસી-અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મહાઉસમાં વર્ષ-2016માં 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ ટ્રાન્સફોર્મર કંપનીના માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નના આગલે દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના માલેતુજારોને દારૂની મોજ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી ઉદ્યોગપતિઓ, પૂર્વ ક્રિકેટરો, વેપારીઓ, વકીલો, ડોક્ટર સહિત કુલ 273 મોટા […]

રોમિયોને સીધાદોર કરવા Vadodara માં કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવ્યા

Vadodara,તા.09 વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસની શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવવામાં આવ્યા હતા. કોલેજની વિદ્યાર્થીનિઓનો પીછો કરી કેમ્પસમાં આવી રોમિયો દ્વારા પજવણી કરવામાં આવતા હોવાના અવારનવાર કિસ્સા બનતા હોય છે. જેને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા શી ટીમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. શી ટીમ […]

Vadodara: નિઝામપુરાનું પરિવાર એક દિવસ માટે મુંબઈ ગયું અને ચોરો મકાનમાં સાફ સુફી કરી ગયા

Vadodara,તા.06  વડોદરામાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી કેટલીક ગેંગ ચાલું છે તેનો કિસ્સો આજે નિઝામપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં માત્ર એક દિવસ માટે મુંબઈ ગયેલા પરિવારના મકાનમાંથી ચોરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા હતા. નિઝામપુરાની જયપ્રકાશ નગર સોસાયટીમાં રહેતા જશવંતભાઈને ત્યાં તેમની પુત્રી વિદેશ જવાની હોવાથી ગઈકાલે સવારે તેઓ પતિ પત્ની મુંબઈ એરપોર્ટ ગયા હતા. […]

Vadodara માં જુના એરપોર્ટ પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ગોત્રી-સેવાસી રોડ પરથી ઝડપાયો

Vadodara,તા.02 વડોદરા હરણી રોડ પર જુના એરપોર્ટ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ગોત્રી સેવાસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે સાત મહિનાથી અપહરણનો ભોગ બનેલી સગીરાને પણ મધ્યપ્રદેશના કોકણવાણી સુધી કાઢી વડોદરા લાવ્યા બાદ તેનું મેડિકલ કરાવીને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરા શહેરના જુના એરપોર્ટ વિસ્તારમાં રહેતી […]

Vadodara ના વાઘોડિયા રોડ પર ચાલતા કુટણખાના પર દરોડો : મહિલા સંચાલક, ત્રણ ગ્રાહક અને બે કોલગર્લ પકડાયા

Vadodara તા,23 વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે વાઘોડિયા રોડ ડી-માર્ટ પાસે યોગીનગર સોસાયટીમાં કુટણખાનું ચાલે છે. જેથી પાણીગેટ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાનમાંથી એક મહિલા સંચાલક નયનાબેન જશુભાઈ પટેલ મળ્યા હતા. જેઓનું મૂળ વતન ડભોઇ તાલુકાનું કુંઢેલા ગામ છે. મકાનમાં અંદર જઈને તપાસ કરતા એક […]