Vadodaraમાં પાણીની લાઈન માટે ખોદકામને લીધે બે દિવસ એક્સપ્રેસ-વે તરફનો રોડ બંધ રહેશે

Vadodara,તા.21 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે ખોદકામ અને નવી લાઈનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઈન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના લીધે તારીખ 22 અને 23 ના રોજ અમદાવાદ એક્સપ્રેસ-વે તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે. તારીખ 25 ના રોજ લાઈન જોડાણની કામગીરીને લીધે આશરે […]

Vadodara Corporation દોઢ મહિના બાદ ચાલુ વર્ષના મિલકત વેરાના બિલો આપવાનું શરૂ કરશે

Vadodara,તા,14 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ભારે વરસાદ અને ત્રણ વખત પૂર આવવાના કારણે મિલકત વેરાના વર્ષ 2024-25ના બિલો આપવાનું આ વખતે મોડું થયું છે. હવે દોઢ મહિના બાદ કોર્પોરેશન દ્વારા બિલો આપવાની શરૂઆત કરવામાં આવશે. બિલ આપતા પૂર્વે કોર્પોરેશન દ્વારા રહેણાંક કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમો સહિતની મિલકતોના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરે છે. જેમાં તારીખ […]

Vadodara માં મીઠાઈ ફરસાણના વેપારીઓને ખાદ્ય પદાર્થોમાં માત્ર નેચરલ કલર જ વાપરવા કોર્પોરેશનની સૂચના

Vadodara,તા.09 આગામી આવતા તહેવારોને અનુલક્ષીને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના નિયમો દ્વારા વેપારીઓએ શું-શું તકેદારીઓ રાખવી તે અંગેની એક મીટીંગનું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ક૨વામાં આવ્યું હતું. મિટિંગમાં ઉપસ્થિત રહેલા મીઠાઈ ફરસાણના વેપારીઓને કેટલીક બાબતોની તાકીદ કરવામાં આવી હતી. ખાસ તો મીઠાઇઓ માવામાંથી બને છે કે બરફીમાંથી તે જાહે૨ […]

​​Vadodara ના મંગળ બજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી : દબાણ હટાવ્યા બાદ ફરી જૈસે થે પરિસ્થિતિ

Vadodara,તા.07 વડોદરા શહેરના હાર્દ સમા અને દબાણથી માથાના દુખાવા રૂપ બનેલા મંગળ બજાર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા વધુ એકવાર ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી. અને બે ટ્રક ભરી માલ જપ્ત કર્યો હતો. પરંતુ દબાણ શાખાની ટીમ ગયા પછી ફરી પાછી પરિસ્થિતિ જૈસે થે થઈ જતી હોવાના અવારનવાર કિસ્સા બન્યા છે. જોકે […]

Vadodara સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તા.12મીએ શહેરમાં તિરંગા યાત્રા : ફ્લોટ્સ અને મ્યુઝિક સિસ્ટમ રાખશે

Vadodara,તા.06  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તા.15 ઓગષ્ટ પૂર્વે વડોદરામાં ત્રણ દિવસ અગાઉ તા.12મી ઓગષ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનાર વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી. આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]

Vadodara ના છાણી ગામમાં તળાવ પાસે બનતી યુરિનલનો ગ્રામજનો દ્વારા વિરોધ

Vadodara,તા.06 વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક યુરિનલ બનાવવાનું કામ શરૂ થતાં જ છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો છે. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે શહેરમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે એ ખાડા તો નથી રીપેર થતાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.1માં નગરસેવકના સૂચનથી છાણી ગામ આવેલ તળાવ પાસે એક […]

Vadodara ના ભૂતડી ઝાપાથી વારસિયા વિસ્તારમાં પાલિકાની કાર્યવાહી

તંબુ, શેડ, લારી ગલ્લા, ખાણી પીણીના ખુમચાનો સફાયો Vadodara,તા.06 વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ ભૂતડી ઝાપાથી ફતેપુરા ચાર રસ્તા અને વારસિયા આરટીઓ સુધીના ગેરકાયદે બનાવવામાં આવેલા આડેધડ શેડ, ગલ્લા, લારીઓ તથા દુકાનોના લટકણીયા પાલિકા તંત્રની દબાણ શાખાની બે ટીમો દ્વારા દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવવા આવ્યો છે. આ […]

સંપૂર્ણ સફાઈની કામગીરી કરી હોવાનો દાવો કરતા અધિકારીઓને Vadodara Municipal Commissioner ખખડાવ્યા

Vadodara,તા.02 વડોદરા કોર્પોરેશનના અનેક અધિકારીઓ માત્ર કામગીરીના બણગા ફૂંકી રહ્યા છે ત્યારે બીજી તરફ કમિશનર દ્વારા સમયાંતરે લેવાતી બેઠકમાં કમિશનરે એન્જિનિયરિંગ અને રોડ વિભાગના અધિકારીને ખખડાવ્યા છે. ચોમાસા પછી નાગરિકોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે કમિશનર પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરી રહ્યા છે અને ઝડપથી નાગરિકોના પ્રશ્નનું નિવારણ આવે તેના પર […]

Vadodara: નવીનીકરણ પાછળ કામમાં છ કરોડ ખર્ચ : કપુરાઈ તળાવના પાયામાં ઠેક ઠેકાણે ગાબડા

Vadodara,તા.30 વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેડે આવેલા કપુરાઈ ગામના તળાવનું નવીનીકરણ રૂ.6 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. પરંતુ હજી હમણાં જ કામ શરૂ થયું છે ત્યારે જ તળાવના બનાવાયેલા પાળામાં જ ઠેક ઠેકાણે ગામડા પડી ગયા છે. જેમાં ક્યાંય સિમેન્ટ કે સળિયા નહીં દેખાતા નથી. પાલિકા તંત્રના ભ્રષ્ટાચારના વહીવટનો વધુ એક નમૂનાનો પર્દાફાસ થયો છે. […]

Vadodara:ચાર્જ નહીં ભરનારા ગોરવા શાકમાર્કેટના 10 જેટલા ઓટલાવાળાને પતરા મારીને સીલ કરાયા

Vadodara,તા.30  વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા શાકમાર્કેટમાં અસહ્ય ગંદકી સહિત શાકભાજીના ગેરકાયદે લારી-ગલ્લા ગોઠવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા શાકમાર્કેટને સીલ કરી દેવાની કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગુરુવાર ખાતે પાલિકા દ્વારા શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. આ શાક માર્કેટમાં બનાવેલા ઓટલા અંગે નિયત ચાર્જ પણ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. […]