Taj Mahal માં વરસાદ દરમિયાન પાણી લીકેજ થવાની ઘટનાને સરકારે સ્વીકારી
New Delhi,તા.૧૦ સરકારે સોમવારે લોકસભામાં સ્વીકાર્યું કે વરસાદ દરમિયાન તાજમહેલમાં પાણી લીકેજ થવાની ઘટના નોંધાઈ હતી. આ સાથે સરકારે ખાતરી આપી કે તે ઐતિહાસિક વારસાના સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રશ્નકાળ દરમિયાન એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પૂરક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. તેમણે કહ્યું, “જ્યાં સુધી તાજમહેલની જાળવણીનો સવાલ છે, […]