ગુજરાતના 8 જિલ્લામાં આગામી ચાર દિવસ Orange alert, સાપુતારામાં સૌથી વઘુ અઢી ઈંચ

Gujarat,તા,25 ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે ભારે વરસાદના વઘુ એક રાઉન્ડના વાદળો ઘેરાયા છે. આગામી ચાર દિવસ 8 જિલ્લામાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જ્યારે અન્યત્ર યલો એલર્ટ જાહેર કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મંગળવારે કડાકા-ભડાકા સાથે વરસાદ : સાપુતારામાં સૌથી વઘુ અઢી ઈંચ આ દરમિયાન મંગળવારે ડાંગ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ […]

ભાદરવામાં અષાઢી માહોલ જામશે: Ahmedabad માં 37.6 ડિગ્રી ગરમી, 3 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat,તા,25 અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને હવે ગુરુવારથી શનિવાર એમ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની સંભાવનાથી ખેલૈયાઓ ચિંતામાં અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 […]

Vapi-Valsad માં પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજો બંધ, 3 નદીઓએ ભયજનક સપાટી વટાવી

Vapi-Valsad,તા.05 નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે. […]

CM ના હસ્તે સાપુતારા ખાતે ‘Monsoon Festival’ નો ઉદ્‌ઘાટન સમારંભ યોજાશે

Gandhinagar,તા.૨૫ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્‌ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં […]