RSS બિહાર અને બંગાળની ચૂંટણી માટે યોજના બનાવશે

Patna,તા.૫ બિહાર અને બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પર આરએસએસ મંથન કરવા જઈ રહ્યું છે. આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૨૧ થી ૨૩ તારીખ દરમિયાન કર્ણાટકના બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે. આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૨૧ થી ૨૩ માર્ચ દરમિયાન બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે જેમાં સંઘના અખિલ ભારતીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ […]

ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર:Bhagwat

Bardhaman,તા.17 આરએસએસ ચીફ મોહન ભાગવતે બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપતા તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સારને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ […]

‘જાતિ જન્મના આધારે નક્કી થાય છે, લોકો અહંકાર ખતમ કરે..’ RSS નેતાનું મોટું નિવેદન

New Delhi,તા.11 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દશેરાએ પથ સંચાલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આની તૈયારી અંતિમ તબક્કામાં છે. જયપુરમાં પણ આને લઈને તૈયારી થઈ રહી છે. ત્રિવેણી નગર સ્થિત સામુદાયિક કેન્દ્રમાં સ્વયંસેવક એકત્ર થયા અને તેનો અભ્યાસ કર્યો. આ દરમિયાન આરએસએસ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જાતિ વ્યવસ્થાને લઈને મોટી વાત કહી […]

Nitish, Chirag, RSS બાદ હવે Chandrababu Naidu મોદી સરકારનું ટેન્શન વધારતી કરી માગ

New Delhi,તા,10 દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છે.  બિહારમાં તો નીતીશ કુમાર જ્યારે આરજેડી સાથે સરકાર ચલાવી રહ્યા હતા તે સમયે જ તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી દીધી હતી. ત્યારબાદથી તેઓ સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગઠબંધનના […]

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? Kejriwalના સવાલથી RSS મોટી દુવિધામાં!

New Delhi,તા,26 દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે. PM મોદી […]

કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું BJP connection

Dahod,તા.24   બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કેસરિયો ખેસ પહેરો અને ગુનો આચરવાનો પરવાનો મેળવો. અન્ય રાજ્યમાં બળાત્કારની ઘટના થાય તો હોબાળો-હંગામો મચાવવામાં ભાજપ કશુંય કસર છોડતી નથી ત્યારે ગુજરાતમાં કલંકિત કરતી ઘટનાનો બની […]

Mohan Bhagwat: અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે

New Delhi,તા.10 રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે. તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કેમ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ ધર્મની શક્તિનો […]

‘ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ’, RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા

New Delhi,તા.09  આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારે લોકોને ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કરતું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે ‘દેશમાં એવો માહોલ બનાવવો જોઈએ જેમાં ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ.’ પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ઈન્દ્રેશ કુમારે ગૌરક્ષકો દ્વારા હિંસાના સવાલ પર કહ્યું કે ભીડની હિંસા કોઈ […]

Mohan Bhagwat કહ્યું કે ‘તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો

Manipur,તા.06 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું લોકોનું કામ છે. કોઈએ પણ પોતાને ભગવાન માની લેવું જોઈએ નહીં. આ નિર્ણય તો લોકોને કરવાં દેવો જોઈએ કે તેઓ કોઈને શું માને છે. મોહન ભાગવત મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કામ કરનાર શંકર દિનકર […]

RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

Kerala,તા,03 કેરળમાં સંઘના 3 દિવસોના મંથનમાં જાતિગત વસતી ગણતરી પર વાતચીત થઈ. સંઘનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્વનો મુદ્દો છે. હવે સંઘના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત વસતી ગણતરી પર […]