Rajya Sabha ના સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ સુપ્રત
New Delhi, તા.10સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત વધી રહેલા તનાવમાં આખરે વિપક્ષોએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે મહાભિયોગ એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો હતો. રાજ્યસભાના સેક્રેટરી જનરલને બંધારણની કલમ 67-બી હેઠળ ગૃહને સભાપતિમાં વિશ્વાસ નથી તેવો પ્રસ્તાવ રજુ કરતાં હવે આ ટક્કર ચરમસીમાએ પહોંચી છે. વિપક્ષોના 60 સાંસદોએ તેના પર સહી કરી […]