Rajkot :બે સ્થળે વિદેશી દારૂ ના દરોડા,36 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

Rajkot,તા.17 શહેર ક્રાઈમ બ્રાન્ચએ બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા છે. જેમા જામનગર રોડ નીચે સ્લમ ક્વાર્ટર પાસેથી બોટલ સાથે આબીદ જુનેજા ની અને દૂધસાગર રોડ પર આવેલા ભગવતી  સોસાયટી માં મકાનમાંથી 12 બોટલ દારૂ સાથે સદામ કયડાની ધરપકડ કરી 23000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ […]

Rajkot:ત્રણ ટાઉન પ્લાનર સહિતની 28 જગ્યા માટે તા.2ના પરીક્ષા

Rajkot, તા. 17 રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડર પર ભરતી માટે અંતે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ટાઉન પ્લાનર, વોર્ડ ઓફિસર, ઓ.એસ. સહિતની કેડરમાં આ ભરતી પરીક્ષા તા.2 માર્ચના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી છે. રાજકોટના ત્રણે ઝોનમાં હવે એક-એક ટાઉન પ્લાનીંગ અધિકારી રહે તે પ્રકારનું સેટઅપ થોડા સમય પહેલા મંજૂર કરીને ભરતી બહાર […]

Rajkot:આર્થિક ભીંસથી કંટાળી શિક્ષકની ઝેરી દવા પી લઇ આત્મહત્યા

Rajkot,તા.17 સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં સિલ્વર આઇકોનમાં રહેતા શિક્ષક રજનીકાંત લાલજીભાઈ કાલરિયા (ઉ.વ.૫૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રજનીકાંતભાઈ સામાકાંઠે આવેલી માસુમ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા. આજે […]

Rajkot:સૌરાષ્ટ્રની 26 નગરપાલિકામાં શાંતિપૂર્ણ 59.21 ટકા મતદાન

Rajkot,તા.17 સૌરાષ્ટ્રમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખરે સાત વર્ષે યોજાઇ, પણ આજે ખાસ કરીને ૨૬ નગરપાલિકામાં થયેલા મતદાનમાં નિરૂત્સાહી માહોલ જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીઓ કરતા મતદાન ઘટવાનો સિલસિલો જળવાઇ રહેવા સાથે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યાના નિયત સમયમાં ૫૯.૨૧ ટકા મતદાન થયું હતું. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ૬૬.૯૬ ટકા અને […]

Rajkot:ફાયરિંગ કરનાર ગેંગ છેલ્લા અઠવાડિયાથી રેકી કરતી હતી

Rajkot,તા.17 રાજકોટની પેડાં ગેંગના સાગરિત પરીક્ષિત ઉર્ફે પરેશ બડદા (ઉ.વ.૨૪) ઉપર ફાયરિંગ કરી નાસી ગયેલી જંગલેશ્વરની ટોળકીના ત્રણ સભ્યોને એસઓજીએ ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ટોળકી પરેશને સબક શીખડાવવા માટે અઠવાડિયાથી રેકી કરતી હોવાનું બહાર આવ્યું છે. એ યુવતીના પ્રશ્ને થયેલી માથાકૂટને કારણે પરેશ ઉપર પુનિતનગર મેઇન રોડ ઉપર વર્ના કારમાં ધસી આવેલા ચાર […]

Rajkot: પત્નીના સારવારમાં યુવક વ્યાજખોરના ચૂંગલમાં ફસાયો

રૂ. 28 હજાર વ્યાજે આપી બેડીના વ્યાજંકવાદીએ બે  ટુ વ્હીલર પડાવી લીધા  વ્યાજખોરને નાણાં ચૂકવવા દાગીના ગીરવે મુક્યા તો બેંકમાંથી છોડાવી દાગીના પણ પડાવી લીધા Rajkot,તા.15 શહેરમાં પોલીસે અનેક લોક દરબાર યોજ્યા બાદ પણ વ્યાજખોરો બેફામ હોય તેવા અહેવાલ સાંપડી રહ્યા છે. બેડી ગામે રહેતા વ્યાજખોરે યુવકને રૂ. 28 હજાર  કમ્મરતોડ વ્યાજે નાણાં આપ્યા બાદ […]

Rajkot: પૂર્વ વાગ્દતાના ત્રાસથી હીરાસર એરપોર્ટના ઓપરેટરે ઝેરી દવા પીધી

Rajkot,તા.15 હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે પૂર્વ વાગ્દતાના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં કુવાડવા પોલીસે યુવકની ફરિયાદ પરથી મમતા નામની વાગ્દતા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. મામલામાં હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર હરેશભાઈ ગોબરભાઇ દુમાદીયાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક […]

Rajkot: સામે કેમ જોવે છે… કહી સર ગામે દિવ્યાંગને પાઇપ વડે મારમાર્યો

પિતા-પુત્ર સહીત ત્રણ વિરુદ્ધ આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો Rajkot,તા.15 શહેરની ભાગોળે આવેલ સર ગામે સામે કેમ જોવે છે કહી દિવ્યાંગ યુવક પર પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ આજીડેમ પોલીસના ચોપડે નોંધાયો છે.  સર ગામે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા નરશીભાઈ નાથાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૧) નામના દિવ્યાંગે આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું […]

Rajkot:માતા-પુત્રને જાનથી મારી નાખવાની પાડોશીની ધમકી

તું શું અહીં જોવા આવી છો કહી ધમકાવનાર પાડોશી માતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ Rajkot,તા.15 શહેરના નાના મૌવા રોડ પર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પરિણીતા અને તેના પુત્ર વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વિજ્ઞાન જાથાની ટીમ આવતા બહાર જોવા નીકળેલ માતા-પુત્રને તું શું અહીં જોવે છે કહી ધમકી આપી હતી. મામલામાં નાના મૌવા મેઈન […]

Rajkot: અકસ્માતના ગુનામાં કારના ચાલકને છ માસની સજા

કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડી તી Rajkot,તા.15 શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત નગર ચોક પાસે પુરપાટ ઝડપે મારુતિ કારે ડબલ સવારી સ્કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડવાના સાડા પાંચ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપીને છ માસની કેદ તેમજ રૂપિયા 2000 દંડ, છ માસ  સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે […]