Gandhidham આવતો રૂ.67 લાખનો બિયરનો જથ્થો ઝડપી લેતી એસએમસી

બુટલેગરે મુંબઈથી મંગાવેલો 52,537 બિયરના ટીન સહીત રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ કામરેજ નજીકથી કબ્જે કર્યો Rajkot,તા.28  મુંબઈથી 52,537 બિયરના ટીન લઈને ગાંધીધામ આવતો ટ્રક એસએમસીએ કામરેજ નજીકથી ઝડપી લઇ રૂ. 1.02 કરોડના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે. જયારે ગાંધીધામ ખાતે બિયરનો જથ્થો મંગાવનાર જયરાજસિંહ સોઢા અને મુંબઈથી બિયરનો ટ્રક મોકલનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં […]

Rajkot માં માસુમ ભત્રીજાની હત્યામા કાકીને આજીવન કેદ

નિ:સંતાન મહિલાએ પારિવારીક ઝઘડામા આંગણવાડીમાંથી માસુમને ઘરે લઈ જઈ ગળેટુંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી હતી Rajkot,તા.28 રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ આંગણવાડીમાંથી જેઠાણીના ત્રણ વર્ષના પુત્રને ઘરે લઈ જઈ ગળેટુંપો આપી હત્યા કરી હતી. અને મૃતક બાળકના મૃતદેહને કચરા પેટીમાં નાખી દીધું હતું. જે ચકચારી ભત્રીજાના અપહરણ અને મર્ડર કેસમાં […]

Rajkot: પત્ની-પુત્રને ભરણપોષણ નહીં ચુકવનાર પતિને 80 દિવસની સજા

આઠ માસનું 40,000 ખાધા ખોરાકી નહીં ચુકવનાર 25 સામે વોરંટ ઇસ્યુ Rajkot,તા.28 મુંજકા ગામે રહેતી પરણીતાને ભરણ પોષણ નહીં ચુકવનાર પતિને 80 દિવસની સજાનો હુકમ ફેમિલી કોર્ટે ફરમાવ્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના આણંદપર (નવાગામે) રહેતા ચિરાગ સુરેશભાઈ જળ નામની યુવાન સાથે  મુંજકા ખાતે રહેતા ઇલાબેનના લગ્ન થયા હતા. લગ્ન જીવનથી સંતાનમાં એક પુત્રનો […]

Rajkot: ૮૦ લાખનો ચેક રિટર્ન કેસમા સમીર શાહ, શ્યામ શાહ તકસીરવાન

બેન્કને ચેકની રકમનું વાર્ષિક 14.80 ટકા વ્યાજ અને કમ્પાઉન્ડિંગ ચાર્જ સાથે ભરપાઇ ન કરે તો 1 વર્ષની સજા Rajkot, બેંક દ્વારા મંજૂર થયેલી કેસ ક્રેડિટમાંથી લીધેલી લાખોની વધુ એક લોન ભરપાઈ કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને અદાલતે 14.80 % વ્યાજ સાથે લોન ભરપાઈ કરી દેવા અને વ્યાજ […]

Rajkot :પેટ્રોલપંપના ફિલરમેનને માર મારી લૂંટ ચલાવવાના ગુનામા જામીન રદ

Rajkot,,તા.28 પેટ્રોલપંપમાં ફિલરમેનને માર મારી લૂંટ ચલાવવાના કેસમાં ઝડપાયેલા બે આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.વધુ વિગત શહેરમાં વાવડી ફયુલ્સ નામના એચ.પી. કંપનીના પેટ્રોલપંપમાં ગત તા.૦૫/૦૨/૨૦૨૫ ના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે ત્રણ બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા અને પેટ્રોલપંપમાં કામ કરનાર ફીલરમેન વિષ્ણુભાઈ ગોસ્વામીને બેઝબોલના ધોકા અને હથોડી વડે માર મારી ગંભીરઇજા કરી પેટ્રોલપંપની […]

Rajkot: રૂ.૧૩,૭૧ લાખનો ચેક રીટર્ન કેસમાં આરોપીને દોઢ વરસની સજા

વળતર એક માસમાં ન ચુકવે તો વધું ૬ માસની સજાનો હુકમ Rajkot,તા.28 શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ પરત કરવા આપેલો ચેક રીટર્ન થવાનો કેસ ચાલી જ્યાં અદાલતે આરોપીને દોઢ વરસની સજા અને ચેક મુજબનું વળતર ચુકવવાનો હુકમ સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટે કર્યો છે.આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, શહેરમાં રહેતો અશોકભાઈ રામજીભાઈ કપૂરીયાએ […]

Rajkot:ચેક રીટર્ન થતા જલદીપ તંતી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ

Rajkot, તા.28 રાજકોટના જલદીપભાઈ ભરતભાઈ તંતી વિરુધ્ધ રૂ.43,000 ના ચેકો રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી જલદીપભાઈ ભરતભાઈ તંતી વિરુધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઈશ્યુ કરવામા આવેલ છે. ફરીયાદીની ટુકમાં વિગત એવી છે કે ફરીયાદી મનીષકુમાર જીવરાજભાઈ આંગોલાએ આરોપી જલદીપભાઈ તંતીને નવેમ્બર -2024માં રૂ. 50,000 મિત્રતાના સંબંધે હાથ ઉછીના આપેલા. આરોપીએ […]

Rajkot:વોકિંગમાં નીકળેલ પટેલ વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ

Rajkot. તા.28 શહેરમાં જીવરાજપાર્ક ચિલઝડપનું સ્પોટ બનતું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. અઠવાડિયામાં બીજા વૃધ્ધાના ગળામાંથી સોનાના દાગીનાની ચિલઝડપ કરી સમડી નાસી છૂટતાં ફફડાટ ફેલાયો હતો. સાંજના સમયે વોકિંગમાં નીકળતા સિનિયર સિટીઝનોને જ ભોગ બનાવે છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબીની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી. બનાવ અંગે […]

Rajkot: સોની વેપારીનું 15 લાખનું સોનુ ઓળવી ગયાના કેસમાં બંગાળી કારીગરને નિર્દોષ ઠરાવતી કોર્ટ

Rajkot, તા.28 તા.10/03/2022ના રોજ જયરાજ પ્લોટમાં આવેલ રાજમુદ્રા જવેલર્સ નામની પેઢીમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતો શાહરૂખ અજગર કમલ સીદીકી નામનો શખ્સ 15 લાખનું 404 ગ્રામ સોનુ ઓળવી ગયા અંગેની પેઢીના સંચાલક દીપકભાઈ પ્રભુદાસભાઈ કાગદડાએ ફરિયાદ નોંધાવી હતી. એ. ડિવિઝન પોલીસે શાહરૂખ સીદીકીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જ સીટ ફાઇલ કરી હતી. કેસ […]

Rajkot માં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધી ગયો

Rajkot, તા. 28 રાજકોટમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધી ગયો છે ત્યારે મહાપાલિકા દ્વારા આ ત્રાસ દુર કરવા ડ્રોનથી મચ્છરનાશક દવાનો છંટકાવ કરવાની ગઇકાલથી શરૂઆત કરવામાં આવી છે. કંપની મારફત આ કામ શરૂ કરાયું છે અને આજી નદી કાંઠાને લગતા વિસ્તાર ઉપરાંત રેલનગર અને પોપટપરામાં પણ સઘન ફોગીંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા […]