Rajkot: મકાનનો દસ્તાવેજ રદ કરવા બનેવીએ સાળા સામે કોર્ટમાં કર્યો દાવો

લોન ભરપાઈ થયા બાદ  દસ્તાવેજ પરત નહિ કરી આપનાર સાળા સામે બનેવીએ કોર્ટમાં દાદ માંગી ‘તી  Rajkot,તા.18 રાજકોટમાં સાળા બનેવીના સંબંધોને કારણે મોર્ગેજ લોન માટે બનેવીએ સાળાના નામે કરી આપેલા રજિસ્ટર્ડ દસ્તાવેજ લોન ભરપાઈ થયા બાદ  પાછા દસ્તાવેજ નહિ કરનાર સાળા સામે  બનેવીના દસ્તાવેજ રદ કરવાના સિવિલ દાવામાં અદાલતે સાળા પરિવારને કોર્ટમાં હાજર થવા નોટિસ […]

Rajkot ની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા

આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે Rajkot,તા.૧૭ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા છે. આ ફૂટેજ એક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ શખ્સ […]

Rajkot : સાત વર્ષથી ગાંજાના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

Rajkot,તા.17 શહેર એસઓજી ટીમે સાત વર્ષ પૂર્વે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. વર્ષ 2018માં રૈયા રોડ પરથી ઝડપાયેલ 3.73 કિલો ગાંજાના મામલામાં બેડીપરાના રાણાભાઇ રાજુભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  એસ.ઓ.જી શાખાના પીએસઆઈ એસ.બી.ઘાસુરાની એનડીપીએસના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં […]

Rajkot : રિક્ષામાં પેસેન્જરના ખિસ્સા હળવા કરતો તસ્કર ઝડપાયો, 4 ગુનાની કબુલાત

એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ ની ટીમને મળી સફળતા, 1.25 લાખનો મુદ્દામાલ કબજે: બેલડી ની શોધખોળ Rajkot,તા.17 શહેરમાં એક માસમાં ચારથી વધુ સ્થળોએ રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી એક માસમાં ચારથી વધુ  પેસેન્જરના ખિસ્સા હળવા કરનાર ભીમ નગર વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લઇ રીક્ષા સહિત  મળી રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ […]

Rajkot : શાપર વેરાવળ : યુવકની હત્યામાં શખ્સના જામીન મંજૂર

મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દીધું હતું Rajkot,તા.17 શાપર-વેરાવળ ખાતે  મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનનુ ઢીમ ઢાળી દેવાના ગુનામા જેલ હવાલે રહેલા પૈકી  પાર્થ રાઠોડ ને  ગોંડલની અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા શહેજાદ હિંગોરા (ઉ.૨૫)  […]

Rajkot :નિર્લજ્જ હુમલાના ગુનામાં આરોપીને બે વર્ષની કેદ

બેડી ગામે  મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી આચર્યું કૃત્ય Rajkot,તા.17 બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરવાના  સાડા પાંચ વર્ષ પહેલાના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને રૂપિયા 5,500 દંડ ફટકાર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા.૦૧/ ૦૮/ ૨૦૧૯ના રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં […]

Rajkot :મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ દ્વારા ક્લેઈમ વળતરની અરજી રદ

અકસ્માતમાં ઇજાગ્રસ્તનું  મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા વળતર મેળવી શકે નહીં Rajkot,તા.17 અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુના કિસ્સામાં મરણ જનારનું મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા વળતરની અરજી રદ કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ,ચંદુભાઈ ચનાભાઈનું બાઈક ઉપર પાછળ બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તૈયાર થયા બાદ મૃત્યુ […]

Rajkot: ચેક રીર્ટન કેસમાં મુંબઈ જેલ હવાલે રહેલી મહિલાને 1 વર્ષની સજા

મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ સવા ગણી રૂા.૬.૨૫ લાખ  વળતર પેટે ચુકવવા હુકમ Rajkot,તા.17 રાજકોટના વતની અને  યુ.કે.માં રહેતી મહિલાએ રાજકોટના મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ પરત કરવા આપેલો  ચેક રીર્ટન કેસમાં હાલ મુંબઈ જેલ હવાલે રહેલી  મહિલા 1 વર્ષની સજા અને ચેકની રકમની સવા ગણી  રૂા.૬.૨૫ લાખ બે માસમા વળતર પેટે ચુકવવામાં […]

Rajkot :લોઠડા ગામે નજીવી બાબતે ગોંડલના યુવાન ઉપર હુમલો

છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની  બે શખ્સ સામે ફરિયાદ Rajkot,તા.17 રાજકોટ તાલુકાના લોઠડા ગામે યુવાનને અજાણ્યા સહિત બે શખ્સોએ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ગોંડલ ના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઘોઘાવદર ચોક પાસે રહેતા શોભનાબેન પ્રવીણભાઈ પરમાર ગામે રહેતા […]

Rajkot :બે સ્થળે વિદેશી દારૂ ના દરોડા,36 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

Rajkot,તા.17 શહેર ક્રાઈમ બ્રાન્ચએ બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા છે. જેમા જામનગર રોડ નીચે સ્લમ ક્વાર્ટર પાસેથી બોટલ સાથે આબીદ જુનેજા ની અને દૂધસાગર રોડ પર આવેલા ભગવતી  સોસાયટી માં મકાનમાંથી 12 બોટલ દારૂ સાથે સદામ કયડાની ધરપકડ કરી 23000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ […]