ત્રણ દિવસ હવામાન પલટો: Snowfall, hail, rain પડશે

New Delhi,તા.24દેશમાં શિયાળાની ઠંડીના સપાટા વચ્ચે ચાલુ સપ્તાહમાં હવામાન પલટો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક ભાગોમાં હિમવર્ષા થશે.જયારે કેટલાંક ભાગોમાં કરા વરસશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે રીપોર્ટમાં કહ્યું છે કે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયુ છે. ઉપરાંત હિમાલયન ક્ષેત્રમાં એક પછી એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ, આજે Saurashtra-South Gujarat માં એલર્ટ

Gujarat,તા,22 ગુજરાતમાં ચોમાસું વિધિવત પૂર્ણ થવા છતાં હજુ વરસાદ અવિરત ચાલું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે (22મી ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી […]

Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયું યલો ઍલર્ટ

Ahmedabad,તા.19 ચોમાસાના અંતમાં મેઘરાજા ફરી વરસવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. […]

આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, rain આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં

Gujarat,તા.27 નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. નવરાત્રિની મજા બગાડશે વરસાદ?  સામાન્ય રીતે ભાદરવા સાથે […]

Gujarat માં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, South-Gujarat-Saurashtra માં Orange alert જાહેર

Gujarat,તા.27 સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. ગત 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 178 તાલુકામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. વિદાયની છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ 178 તાલુકામાં […]

મેઘરાજાએ Gujarat government ની 250 કરોડથી વધુની મિલકત પર પાણી ફેરવ્યું

Gujarat,તા,13 આ વખતે ગુજરાતમાં સો ટકા કરતાય વધુ વરસાદ વરસ્યો છે. હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારે વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી છે. માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવાયો છે. જોકે, અતિવૃષ્ટિથી થયેલાં નુકશાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમના સર્વે […]

Madhya Pradesh માં વરસાદથી 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતાં સાતનાં મોત

ઉ.પ્ર.ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન વિદાય લેવાનું શરૂ કરશે  Madhya Pradesh, મધ્ય પ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે ખલકાપુરા વિસ્તારમાં બની હતી. દિવાલ પડવાને કારણે કિલ્લાની બાજુમાં આવેલા […]

Gujarat માં હજુ મેઘમહેર યથાવત્, 24 કલાકમાં 95 તાલુકા ભીંજાયા

Gujarat,તા,12  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં 1.61 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં 1.57 ઈંચ, નવસારીમાં 1.49 ઈંચ અને મહેસાણામાં 1.41 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો […]

Ambaji માં ધોધમાર વરસાદ: સંઘ લઇને નિકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં પણ ગુંજ્યો બોલ મારી અંબેનો નાદ

Ambaji,તા.10  લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાની હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ દાંતા તાલુકાના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શ્રદ્ધાળુઓ થયાં પરેશાન ભાદરવી […]

Gujarat, Maharashtra સહિત 21 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

New Delhi,તા.10  સોમવારે ઓડિશામાં પુરી નજીકના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વધી ગઈ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી ઓડિશાના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયાની નજીક ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત ડીપ ડિપ્રેશન સર્જાતા રાજ્ય […]