Vadodara: નિઝામપુરાનું પરિવાર એક દિવસ માટે મુંબઈ ગયું અને ચોરો મકાનમાં સાફ સુફી કરી ગયા

Vadodara,તા.06  વડોદરામાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી કેટલીક ગેંગ ચાલું છે તેનો કિસ્સો આજે નિઝામપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં માત્ર એક દિવસ માટે મુંબઈ ગયેલા પરિવારના મકાનમાંથી ચોરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા હતા. નિઝામપુરાની જયપ્રકાશ નગર સોસાયટીમાં રહેતા જશવંતભાઈને ત્યાં તેમની પુત્રી વિદેશ જવાની હોવાથી ગઈકાલે સવારે તેઓ પતિ પત્ની મુંબઈ એરપોર્ટ ગયા હતા. […]