Chhattisgarh માં નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 4ની હાલત ગંભીર, એરલિફ્ટ કરાયા
Chhattisgarh તા.18 છત્તીસગઢના બીજાપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના બે જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ચાર જવાન ઘાયલ છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર લવાઈ રહ્યાં છે. નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલોમાં કર્યું છે. […]