શિયાળામાં કાયમ ટાઢાબોળ રહેતા Naliya માં સવારે 15.2 ડિગ્રી તાપમાન
Rajkot,તા.30સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કેટલાંક ભાગોમાં તા.2 થી 5 ફેબ્રુઆરી દરમ્યાન ફરી એકવાર માવઠુ થવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે ત્યારે આજરોજ સવારે સર્વત્ર સ્વચ્છ વાતાવરણ સાથે ઠંડી સાવ નહિવત રહેવા પામી હતી. શિયાળામાં મોટાભાગે ઠંડુબોળ રહેતુ નલિયામાં આજે પણ ઠંડી ગાયબ રહી હતી.આજરોજ સવારે નલિયા ખાતે લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયુ હતું.જયારે કંડલામાં 15.5, ભુજમાં 16.6, રાજકોટમાં […]