Kheda માં નડિયાદમાં ગેસ રીફિલિંગ કૌભાંડમાં ગિરીશ પટેલની ધરપકડ

Nadiad,તા.૩૦ ખેડા જિલ્લામાં નડિયાદ ગેસ રીફિલંગ કૌભાંડનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. આ અંગે પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી પોતાના મકાન પાસે ઓરડીમાં ગેસ ભરી આપતો હતો. આરોપી ગેસની બોટલોમાં જોઈએ તેટલો ગેસ ભરી આપતો હતો. જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગેસની બોટલો સહિત ૨.૩૧ લાખનો મુદ્દામાલ આ […]

Nadiad ઈકો કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

Nadiad,તા.24 નડિયાદના પીજ રોડ ઉપર નહેરના ગરનાળા નજીક કાર અને બાઈક સામસામે અથડાયા હતા. જેમાં નડિયાદના બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ-પીજ રોડ ઉપર નહેરના ગરનાળા નજીકથી સોમવારે બપોરે પુરઝડપે જતી ઈકો કાર અને સામેથી આવતી બાઈક અથડાયા હતા. […]

નાની ખડોલ અને ચકલાસીમાંથી Chinese દોરીના 300 ફિરકા જપ્ત

Nadiad,તા.21 મહુધા તાલુકાના નાની ખડોલના ખેતરમાંથી અને ચકલાસીના રાઘુપુરામાં દુકાનમાંથી ચાઈનીઝ દોરીના કુલ ૩૦૦ ફિરકા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ખેડા એલસીબી અને ચકલાસી પોલીસે કુલ રૂા. ૯૦ હજારની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરવા સાથે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.  ખેડા એલસીબી ગઈકાલે રાત્રે મહુધા […]

Nadiad માં મહિલા બુટલેગર 20 લિટર દેશી દારૂ સાથે પકડાઈ

Nadiad,તા.22 નડિયાદની ભીમ તલાવડી વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગરને દેશી દારૂ, દારૂ ગાળવાના વોશ સહિત રૂા. ૪૪ હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ ટાઉન પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે ફતેપુરા રોડ પર આવેલી ભીમ તલાવડી પર રહેતી લક્ષ્મીબેન ગોવિંદભાઈ તળપદા […]

Pavagadh માં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

Pavagadh,તા.27  પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના જવાનોને કાયમી બંદોબસ્ત માટે મૂક્યા હતા. તેમની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની પાવાગઢની તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે યાત્રિકે જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે […]

Gujarat ના આ જિલ્લાના 6 ગામડામાં હજુ કેડસમા પાણી, 100 લોકોનું સ્થળાંતર, રોડ ખોદી નાખ્યા

100 લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરાયું નડિયાદના ત્રણ ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રસ્તો તોડવાની ફરજ પડી Nadiad,તા.30 ખેડાના માતર અને વસો તાલુકાના ૬ ગામોમાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. ત્યારે અહીંથી ૧૦૦ લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવાની નોબત આવી છે. બીજી તરફ નડિયાદ તાલુકામાં ૩ સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને રોડ ખોદી પાણી નિકાલની ફરજ […]

Nadiad માં 5 કરોડ પાણીમાં: પાંચ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર પોણા બે વર્ષમાં રસ્તો તૂટી ગયો!

Nadiad, તા.03  નડિયાદમાં હેલીપેડથી ગણપતિ મંદિર સુધીના રિંગરોડ ઉપર રિસર્ફેસિંગની કામગીરી માટે સપ્ટેમ્બર 2022માં ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદની અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને 4.2કિલોમીટરના રસ્તાની કામગીરી સોંપી રૂ. પાંચ કરોડ ફાળવ્યા હતા. ત્યારે આ રસ્તાને પાંચ વર્ષ સુધી કંઈ થશે નહીં તેવા એજન્સીના કોન્ટ્રાક્ટર આનંદ પટેલ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2022માં […]

Gujaratમાં ફરી જામ્યો સાર્વત્રિક વરસાદનો માહોલ: નડીયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gandhinagar,તા.29  રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી […]