Transrail Lighting Limited નો આઇપીઓ ગુરૂવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

Mumbai, 17ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ  ઇક્વિટી શેર્સના તેના આઇપીઓ સંદર્ભે બિડ/ઓફરનો સમયગાળો ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખોલશે અને તે સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે. આઇપીઓમાં રૂ. 4,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના પ્રમોટર્સ પૈકીના […]

‘BEST’ની એક Bus પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા સંખ્યાબંધ વાહનોને હડફેટમાં લઈને અકસ્માત સર્જયો

Mumbai,તા.10 મહાનગરી મુંબઈના માર્ગો પર જાહેર ટ્રાન્સપોર્ટ માટે લોકલ ટ્રેનની માફક જ ખૂબજ જાણીતી ‘બેસ્ટ’ની એક બસ પર ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા સંખ્યાબંધ વાહનોને હડફેટમાં લઈને ગંભીર અકસ્માત સર્જયો હતો. જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પ્રારંભમાં આ અકસ્માતને એક ત્રાસવાદી હુમલા જેવો ગણાવાયો હતો અને જે રીતે […]

Mumbai માં ચૂંટણી પ્રચાર દરમિયાન 347 કરોડની સંપત્તિ જપ્ત

Mumbai,તા.19વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મુંબઈમાં 347 કરોડથી વધુની રોકડ, દારૂ, કિંમતી ચીજવસ્તુઓ, સોનું અને ચાંદી વગેરે જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતી મુંબઈનાં ચૂંટણી અધિકારી અને વીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ આપી હતી. સોમવારે વીએમસી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગગરાણીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત થતાંની સાથે […]

CM ભુપેન્દ્ર પટેલ મુંબઈમાં: ગુજજુ વ્યાપારીઓ સાથે ‘ચાય પે ચર્ચા’

Mumbai,તા.16 મહારાષ્ટ્રની ધારાસભા ચૂંટણી તા.20ના યોજાનારા મતદાન પુર્વે હવે ગણતરીના ચાર દિવસો જ બાકી રહ્યા છે તો રાજયમાં ખાસ કરીને મુંબઈમાં ગુજરાતી-ફેકટરને ભાજપ સાથે જોડી રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં પ્રચાર માટે પહોંચી ગયા છે. ઉપરાંત તેમની સાથે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મુંબઈ અને ગુજરાતનો ખાસ નાતો રહ્યો છે […]

Mumbai ના મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આગ

Mumbai,તા.15 મુંબઇના બાન્દ્રા-કુર્લા મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આજે બપોરે એકાએક આગ ફાટી નીકળતા લોકોમાં ફફડાટ સર્જાયો હતો. તંત્ર દ્વારા તાબડતોબ આગ બુઝાવવાની કામગીરી કરી લેવામાં આવી હતી. લોકો ટોળે વળ્યા હતા. આગમની ઘટનાને પગલે મેટ્રો ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી. થોડો વખત રોકવામાં આવી હતી.

Mumbai Jain Sangh Sangha દ્વારા મુંબઈના જૈન સંઘોનું વિરાટ સંઘ મિલન સફળતાપૂર્વક સંપન્ન

Mumbai,તા.12 મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત મુંબઈના શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના 1100થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સમ્મેલન શ્રી ગોરેગાવ જવાહનગર ખાતે ગત શનિવારે બપોરે 2થી 5 અભૂતપૂર્વ રીતે સંપન્ન થયું હતું. એકતા, સંપ અને સંઘે શક્તિ કલૌ યુગેના નારા સાથે યોજાયેલ આ સંમ્મેલનમાં સમગ્ર મુંબઈના સંઘોના પ્રતિનિધિઓને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીઓ પ્રશાંતમૂર્તિ પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી […]

Delhi,Mumbai,Lucknow માં ડુંગળીના ભાવ આસમાને છે,સામાન્ય લોકોની મુશ્કેલી વધી

New Delhi,તા.૯ ડુંગળીના ભાવમાં વધારાને કારણે દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત દેશના અનેક શહેરોમાં લોકોની આંખો ભીની થવા લાગી છે. તેનાથી ગ્રાહકો અને વિક્રેતા બંને પરેશાન છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત ૪૦-૬૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દિલ્હીના એક માર્કેટમાં એક વિક્રેતાએ કહ્યું, “ડુંગળીની કિંમત ૬૦ રૂપિયાથી વધીને ૭૦ […]

NCP Leader Baba Siddiqui ની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Mumbai,તા.૭ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે બંને આરોપીઓની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને ૧૮ થઈ ગઈ છે. આ પહેલા બુધવારે પણ બાબા સિદ્દીકી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી […]

Mumbai માં સિલિન્ડર બ્લાસ્ટથી આગઃ બે બાળકો સહિત ૩ ભડથૂ

મુંબઇ,તા.૩૧ નવી મુંબઈના ઉલવેમાં ત્રણ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જનરલ સ્ટોર અને એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. ’મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.’ સિલિન્ડર ફાટવાના કારણે દુકાનમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને […]

MUMBAI: બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા માટે ધક્કા-મુક્કી

MUMBAI, તા.૨૭ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે ટ્રેનમાં ચઢવા માટે મોટા પાયે ધક્કા-મુક્કી થઈ હતી જેમાં નવ પ્રવાસીઓને ઈજા થઈ હતી. તેમાંથી બેની હાલત ગંભીર ગણવામાં આવે છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં ચઢવા માટે હજારો પ્રવાસીઓ આવી ગયા હતા જેમની વચ્ચે નાસભાગ થઈ હતી. સવારે ૫.૫૬ વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર […]