Mauni Amavasya પર ભગવાન વિષ્ણુનાં નામનો જાપ કરો
જ્યોતિષીઓના મતે મૌની અમાવસ્યા પર સિદ્ધિ યોગ સહિત ઘણાં શુભ યોગો રચાઈ રહ્યાં છે. આ યોગોમાં ગંગામાં સ્નાન કરવાથી અને સંસારનાં પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિતની પવિત્ર નદીઓમાં આસ્થાપૂર્વક સ્નાન કરે છે. વૈદિક કેલેન્ડર મુજબ, બુધવાર 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. […]