Vadodara માં અખંડ ફાર્મ દારૂની મહેફીલનો કેસ : યોગ્ય પુરાવાઓ રજૂ નહીં થતાં માલેતુજારો કોર્ટમાંથી છૂટી ગયા
Vadodara,તા.09 વડોદરા નજીક સેવાસી-અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મહાઉસમાં વર્ષ-2016માં 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ ટ્રાન્સફોર્મર કંપનીના માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નના આગલે દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના માલેતુજારોને દારૂની મોજ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી ઉદ્યોગપતિઓ, પૂર્વ ક્રિકેટરો, વેપારીઓ, વકીલો, ડોક્ટર સહિત કુલ 273 મોટા […]