Kutch માં મોબાઇલ ગેમના લીધે સગીરની ગળું કાપી કરપીણ હત્યા
Kutch,તા.12 કચ્છના રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરાતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. […]